નાના બાળકો ખોરાક વિશે ખૂબ જ નખરા કરતા હોય છે જેના કારણે તેઓમાં ક્યારેક પોષણની ઉણપ જોવા મળે છે. જેના કારણે તમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને બાળકો વારંવાર બીમાર પડવા લાગે છે. ત્યારે દરેક વખતે તેમણે દવા આપવી એ તેમની તબિયત વધુ બગડી શકે છે. માટે બાળકોને વારંવાર દવાઓ આપવાને બદલે કેટલીક ઔષધિઓનો ઉપયોગ કરીને તેમને સ્વસ્થ રાખી શકાય છે. આ જડીબુટ્ટીઓની મદદથી બાળકોની નાની-નાની સમસ્યાઓ દૂર કરી શકાય છે અને તેમને ફીટ રાખી શકાય છે.
જે લોકોને બાગ-બગીચાનો શોખ છે તે લોકો પોતાના ઘરમાં નાનું એવું કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન તૈયાર કરી શકે છે અને કિચન ગાર્ડનમાં કેટલીક જડીબુટ્ટીઓ ઉગાડી શકાય છે જે બાળકોને સ્વસ્થ રાખશે.
તુલસી
તુલસી લગભગ દરેક હિંદુ પરિવારના ઘરમાં હાજર હોય છે. તે એક ઔષધીય છોડ પણ છે. તેમાં એવા ઘણા ગુણ હોય છે જે સ્વસ્થ રહેવા માટે મદદ કરે છે. તુલસીના પાનમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ જેવા કે એન્ટિ-ડાયાબિટીક, બીટા-કેરોટિન અને બીટા-ક્રિપ્ટોક્સેન્થિન મળી આવે છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે અને તેની મદદથી ગ્લોઈંગ સ્કિન પણ મેળવી શકાય છે.
દરરોજ સવારે 3-4 તુલસીના પાનને અડધો લીટર પાણીમાં ઉકાળો, પછી તેને ગાળીને બોટલમાં ભરી લો. ત્યારબાદ જ્યારે પણ બાળકને તરસ લાગે તો તેને આ પાણી પીવડાવો.
એલોવેરા
એલોવેરાનો ઉપયોગ દવા તરીકે પણ કરી શકાય છે. તેનો ઉપયોગ કરીને બાળકોની સ્કીન અને વાળની યોગ્ય કાળજી રાખી શકાય છે. તે પાચન સંબંધી નાની-નાની સમસ્યાઓને દૂર કરવામાં પણ કારગર સાબિત થાય છે.
સૌથી પહેલા એલોવેરાના ટુકડા કરી લો અને તેમાંથી જેલ કાઢી લો. પછી તેને સીધું જ ઉપયોગમાં લઇ શકાય છે. તેને બાળકોની સ્કીન પર ડાયરેક્ટ જ લગાવી શકો છો.
અજમો
ગાર્ડનમાં અજમો સરળતાથી ઉગાડી શકાય છે. આ છોડ ઘરની સુંદરતા તો વધારશે જ પરંતુ તે ઘરમાં એક સારી સુગંધ પણ ફેલાવે છે. તે પેટની સમસ્યાઓ માટે રામબાણ ઉપચાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech