ગિરનાર અંબાજી મંદિરના મહંતના નિધન બાદ જૂનાગઢના જ સંતોના ગ્રુપ સામસામે આવી જતા ચકચાર જાગી છે. ગઈકાલે સમાધિ પૂર્વે સંતોના જ બે ગ્રુપ ના સામસામે નિવેદનોથી આગામી દિવસમાં વિવાદ વકરવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ સમાધિ પૂર્વે જ સ્થળ પર જ સામસામે નિવેદનો થી સંસ્કારી અને સંતો અને ધર્મની નગરી ની ગરિમા ને પણ ઝાંખપ લાગી છે.તો બીજી તરફ અંબાજી મંદિરના મહતં અંગે આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે.
કહેવાય છે ને કે મોતનો મલાજો જાળવવો જોઈએ. પરંતુ જૂનાગઢમાં ગઈકાલે દિવંગત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ ની સમાધિ પૂર્વે સંતો મહંતોના બે ગ્રુપ દ્રારા સામસામે નિવેદનોના આક્ષેપો શ કરવામાં આવતા સ્થળ પર રહેલા ભાવિકોમાં પણ ગણગણાટ થતો હતો અને સંસ્કારી અને સંતોની નગરીની ગરિમા ને ઝાંખપ લાગી હતી. ગઈકાલે ગિરનાર મંડળ અને છાયા મંડળના બે ગ્રુપો સામ સામે એકબીજા પર જગ્યાના વિવાદ અંગે આક્ષેપો બાજી કરી રહ્યા હતા પરંતુ સમાધિ હજુ તો અપાય ન હતી તે પૂર્વે જ સંતોમાં સામસામે વિખવાદ થતા લોકોમાં પણ સંતોની ભૂમિકા અંગે પ્રશ્નો વરસાવી રહ્યા હતા. સમાધિ પૂર્ણ થયા બાદ નિવેદનો અપાય તો સાં લાગે પરંતુ સ્થળ પર જ સામ સામે નિવેદનો બાજીથી આગામી દિવસોમાં જૂનાગઢમા સંતો વચ્ચે વિવાદ વધુ ઘેરો બને તેવી ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલે તનસુખ ગીરી બાપુ ના સેવક કિશોરભાઈએ એવું જણાવ્યું હતું કે મહેશ ગીરી બાપુ અને અન્ય સંતો આવેલા અને નોટરી ની હાજરીમાં લખાણ ઉપર બાપુના અંગૂઠાના નિશાન લીધું બાપુ બેભાન અવસ્થામાં હતા અને જબરજસ્તીથી ઘુસી આવ્યા હોવા અંગે ગિરનાર મંડળના સંતોની હાજરીમાં આપશે કરવામાં આવ્યો હતો જેથી ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ અને ભવનાથ મહાદેવ મંદિરના મહતં હરીગીરીજી મહારાજે તે મુદ્દાને દર્શાવી સમગ્ર મામલેઆગામી દિવસોમાં અખાડાના સર્વે સંતો મહંતો એકત્ર થઈ મંથન કરીને કાર્યવાહી કરશે અને સીસીટીવી ફટેજ પણ ચેક કરીને નિર્ણય લેવાશે તો બીજી તરફ ગિરનાર છાયા મંડળના અધ્યક્ષ અને ભૂતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુ ના જણાવ્યા મુજબ ડોકટરોની હાજરીમાં જ બાપુના સેવકોની હાજરીમાં સહી શિકાર કરાવ્યા છે અને તેનું તમામ રેકોડિગ પણ તેઓની પાસે છે આગામી દિવસોમાં તે સમગ્ર મામલે વાત રજૂ કરશે ગિરનારમાં ખોટું થઈ રહ્યું છે એનું ધ્યાન રાખજે તેમ કહી બાપુએ મને ગુ પરંપરાનું અપમાન ન થાય તે ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેઓના જણાવ્યા મુજબ તનસુખ ગીરી બાપુએચોટી કાપીને દીક્ષા આપીને સુખડ ગાદી સોંપી છે મને હક મળ્યો છે છતાંય બાપુના સેવકો ગિરનારના હિતમાં અને ધર્મના હિતમાં જે નિર્ણય લેશે તે સ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું પરંતુ ખોટી રીતે સહી સિક્કા કર્યાની વાત તદન ખોટી હોવાનું જણાવ્યું હતું. ગીરનાર અંબાજી મંદિરના મહતં તનસુખગીરી બાપુના નિધન પછી ગીરનાર મંડળ અને છાયા મંડળના સંતો સામસામે આવી જતા આગામી દિવસમાં વિવાદ વધુ વકરવાની ભીતી સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech