એસ્સારની ગ્રીન મોબિલિટી પહેલમાં અગ્રણિ એવી ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડે લોજિસ્ટિક્સમાં સસ્ટેનેબલ ઓપરેશન્સ માટે આજે, ભારતના મુખ્ય ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી અંતર્ગત ગ્રીનલાઇન, ફ્લિપકાર્ટને તેની વિતરણ વ્યવસ્થા માટે લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી) સંચાલિત ટ્રકો પુરી પાડશે. આ ભાગીદારી ફ્લિપકાર્ટ દ્વારા તેના ડિલિવરી ઓપરેશન્સને ડીકારબનાઇસ કરવાની નેમ તરફ એક મહત્વપૂર્ણ કદમ છે.
આ ભાગીદારીના પ્રથમ તબક્કામાં, ગ્રીનલાઈન 46 ફુટના કન્ટેનર વાળી અને 110 ક્યુબિક મીટર (સીબીએમ)ની ક્ષમતા ધરાવતી 25 એલએનજી સંચાલિત ટ્રકો તહેનાત કરશે. આ વાહનો ફ્લિપકાર્ટના બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) અને બિઝનેસ-ટુ-કન્સ્યુમર (બીટુસી) બંને પ્રકારના માલ પરિવહન માટે ઉપયોગમાં લેવાશે.
શરૂઆતમાં ફ્લિપકાર્ટના કાર્ગોનું પશ્ચિમથી ઉત્તર ભારત સુધી સંચાલન કરવામાં આવશે, અને બાદના તબક્કાઓમાં પશ્ચિમથી દક્ષિણ તથા ઉત્તરથી દક્ષિણના રૂટનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ ભાગીદારી ફ્લિપકાર્ટ અને ગ્રીનલાઈનના સસ્ટેનેબિલિટીના પ્રયાસો માટે અતિ મહત્વની છે. ગ્રીનલાઇન સંચાલિત આ એલએનજી ટ્રકસ ફ્લિપકાર્ટના તેના લોજિસ્ટિક ઓપરેશન્સમાં ઇલેકટ્રોનિક વેહીકલ (ઇવી) ટ્રકસના વપરાશ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોમાં પૂરક બની રહશે. વધુ માહિતી આપતા ફ્લિપકાર્ટે એમ પણ જણાવ્યું હતું કે તેઓ તેના ડિલિવરી ઓપેરશન માટે ૧૦૦૦૦થી વધુ ઇવીs નો ઉપયોગ કરી રહ્યા છે. એલએનજી અને ઇવી વાહનોના આ સયુંકત વપરાશ દ્વારા ફ્લિપકાર્ટ તેની ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડા દ્વારા સ્વચ્છ અને વધુ સસ્ટેનેબલ પર્યાવરણ બનાવવાની નેમ તરફની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ભાગીદારી પર ટિપ્પણી કરતાં, ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડના સીઇઓ આનંદ મિમાનીએ કહ્યું, “ઈ-કોમર્સ ભારતભરમાં જીવન પરિવર્તિત કરી રહ્યું છે. તે સપનાઓ, જરૂરિયાતો અને તકોને જોડે છે. તેમ છતાં, આ ક્ષેત્ર જેમ જેમ વિકસે છે, તેમ તેમ તેને લગતા પર્યાવરણીય મુદ્દાઓ પણ વધી રહ્યા છે. ગ્રીનલાઈનમાં, અમે આને એક આહ્વાન તરીકે જોયું છે. ફ્લિપકાર્ટ સાથેની આ ભાગીદારી દ્વારા, અમે ભારતને વધુ હરિયાળું બનાવવા તરફ કદમ દર કદમ આગળ વધી રહ્યા છે. અમારી એલએનજી સંચાલિત ફલીટના ઉપયોગથી, અમે લોજિસ્ટિક્સને વધુ સસ્ટેનેબલ બનાવી રહ્યા છીએ અને સાથેજ એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે દરેક ડિલિવરી આપણા દેશના હરિયાળા અને સ્વચ્છ ભવિષ્યમાં યોગદાન આપે.”
હેમંત બદ્રી, એસવીપી અને હેડ ઓફ સપ્લાય ચેઇન, કસ્ટમર એક્સપિરિયન્સ એન્ડ રીકૉમર્સ બિઝનેસ, ફ્લિપકાર્ટ ગ્રૂપે વધુમાં ઉમેર્યું, “ફ્લિપકાર્ટમાં, અમે સસ્ટેનેબલ ભવિષ્ય નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ, અને ગ્રીનલાઈન સાથેની આ ભાગીદારી તે હેતુને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ કદમ છે. એલએનજી સંચાલિત વાહનોને અમારી લોજિસ્ટિક્સ કામગીરીમાં ઇવી સંચાલિત વાહનો સાથે સામેલ કરીને, અમે સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ભારતના વ્યાપક પર્યાવરણીય ઉદ્દેશોને સાધવા માગીએ છીએ. આ ભાગીદારી અમારા હરિત ભવિષ્ય અને ઓપરેશન્સને લાંબા ગાળાની સસ્ટેનેબિલિટી માટેના પ્રયત્નો દર્શાવે છે.”
ગ્રીનલાઈન સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સમાં હંમેશા અગ્રણી રહ્યું છે. તે હાલ સિમેન્ટ, સ્ટીલ, મેટલ્સ અને માઇનિંગ, એફએમસીજી, એક્સપ્રેસ કાર્ગો, તેલ અને ગેસ, કેમિકલ્સ, અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા ઉદ્યોગોમાં સેવા આપી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં, ગ્રીનલાઈનની પહેલોથી પરંપરાગત ડિઝલ વાહનોની તુલનામાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 30% ઘટાડો થયો છે, જે 7398 ટન કાર્બન ઉત્સર્જન ઘટાડા જેટલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech