હળવદ નગરપાલિકાની વોર્ડ 7ની 28 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 70. ઉમેદવારો મેદાનમાં હતા.63.61 જેટલું મતદાન નોંધાયું હતું,જેની મતગણતરી મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના 7 વોર્ડ ની 28 બેઠકમાંથી 27 બેઠકો પર ભાજપ્નો દબદબો રહ્યો હતો. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ્ની આંધી કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. આ આંધીમાં હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે ને પણ કારમી હાલનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વોર્ડ નંબર ત્રણ ની મતગણતરી પૂર્ણ થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો એટલે મામલો બિચકે તે પહેલા સમાધાન કરાવ્યું હતું. આ ચૂંટણીમાં હળવદ વોર્ડ નંબર એકના એકમાત્ર દોરેલા નો વિજય થયો હતો. અને એક માત્ર બેઠક મેળવી કોંગ્રેસ નું ખાતું ખોલાવ્યું હતું, હળવદ નગરપાલિકા પર ફરીથી ભાજપ્ની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ આનંદની લાગણી જોવા મળી હતી. મોડલ સ્કૂલ ખાતે ઉપસ્થિત કાર્યકરોએ ઢોલ નગારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવી વિજય સરઘસ મોડલ સ્કૂલથી હળવદની મેન બજારમાં કાઢવામાં આવ્યું હતું. પાલિકામાં ફરીથી ભાજપાનો ભગવો લહેરાયો હતું. જીતને વધાવતા ભાજપ્ના કાર્યકરો તથા આગેવાનો મોટીસંખ્યામાં ઊમટી પડીયા હતા.
આ તકે હળવદ શહેર ભાજપ્ના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલે જણાવ્યું હતું કે આ જીત ભાજપ્ના વિકાસની થઈ જીત સાથે સાથે કાર્યકરોની મહેનતનું ફળછે.
મોરબી જિલ્લ ા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, પૂવે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, સહિતના આગેવાનો એ જીતને આવકારી હતી. આ વિજય ઉત્સવમાં પાર્ટીના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વિજય સરઘસમાં ભારત માતા કી જય , વંદે માતરમનારાઓ ગુંજી ઉઠયા હતા.
હળવદ નગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર 1માં
કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા..ભાજપ
મહેશ કેશવજીભાઈ કંજારિયા...ભાજપ
ભરત ઝાલાભાઇ બાંભા ...ભાજપ
ભારતીબેન ગોપાલભાઈ દોરાલા... કોંગ્રેસ
વોર્ડ નં 2માં ભાજપના
ગીતાબેન જનકભાઈ પંચોલી
જાગૃતીબેન વિજયભાઈ કંજારીયા
ઘનશ્યામ નથુભાઈ કરોતરા
મહેશ બાવલભાઈ કંજરીયા.
વોર્ડ નં 3માં ભાજપના
1 માયાબેન રાજીવભાઈ ઝાલા
2 ફોરમબેન વિશાલભાઈ રાવલ
3 જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ
4 રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યા.
વોર્ડ નં 4માં ભાજપના ઉમેદવાર
1 કંચનબેન રસિકભાઈ ચાવડા
2 ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘોડિયા
3 સુરેશભાઈ પોપટભાઈ પટેલ
4 અશોકભાઈ મથુરભાઈ તારબુંદીયા.
વોર્ડ નં 5માં ભાજપના ઉમેદવાર
1 મીનાબેન મયુરભાઈ ઠાકર
2 હષર્બિેન અશ્વિનભાઈ પટેલ
3 ચંદુભાઈ ઠાકરશીભાઈ દલવાડી
4 સતિષભાઈ દારજીભાઈ પટેલ.
વોર્ડ નં 6માં ભાજપના ઉમેદવાર
1 ધર્મિષ્ઠ ાબેન નરેન્દ્રભાઈ પરમાર
2 ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા
3 ભરતભાઈ નાનુભાઈ કરોતરા
4 કેયુરભાઈ રતિલાલ લાડાણી.
વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર
1 મધુબેન પ્રવીણભાઈ સીતાપરા
2 ગીતાબેન રમેશભાઈ ગોલતર
3 અશ્વિન બાબુભાઈ ડાભી
4 દેવાભાઈ વેલાભાઇ ભરવાડ
વોર્ડ નં.1માં ન.પા.ના. પૂર્વક કારોબારી ચેરમેનની પત્ની સામે કોંગ્રેસના એકમાત્ર ઉમેદવારની જીત
હળવદ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ કણઝરીયાના ધર્મપત્ની અસ્મિતાબેન અશ્વિનભાઈ કણઝરીયાઙ્ગી વોર્ડ નં 1થી કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર ભારતીબેન ગોપાલભાઈ દોરાલા સામે હાર થઈ હતી. હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કારોબારી ચેરમેન તરીકે યુવા ઉત્સાહી અશ્વિનભાઈ કણઝરીયા રહી ચૂક્યા હતા,આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં તેમના પત્ની અસ્મિતાબેન અશ્વિનભાઈ કણજારીયા ને વોર્ડ નં 1 થી ટિકિટ મળી હતી પરંતુ વોર્ડ ન-1 માં ક્રોસ વોટિંગ થતા ત્રણ બેઠકો પર ભાજપ્નો ભોગવો લહેરાયો હતો જ્યારે અશ્વિનભાઈ ના ધર્મ પત્ની અસ્મિતાબેન ને હારનો સામનો કરવો પડ્યો હતો,તેમની સામે કોંગ્રેસના ભારતીબેન ગોપાલભાઈ દોરાલા 27 મતે વિજય થયો હતો.
ભાજપ કોંગ્રેસ આમને સામને
વોર્ડ નંબર ત્રણની જીત બાદ વોર્ડ નં 3 કાર્યકરે શહેર કોંગ્રેસ પ્રમુખ વિશે ઉસ્કેરીજન વાક્ય બોલતા માથાકૂટ થઈ હતી, પોલીસ ચાંપતો બંદોબસ્ત હોવાથી પોલીસ તાત્કાલિક વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો્ બન્ને પક્ષો ના આગેવાનોએ પણ્ સુખદ સમાધાન કરાવ્યું હતું.હળવદમાં શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
નગરપાલિકાની ચૂંટણીમાં કારમી હાર થતાં હારની પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી હળવદ શહેર અને તાલુકા પ્રમુખ એ રાજીનામું આપ્યું હતું.હળવદ શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે અને તાલુકા પ્રમુખ ડો કે.એમ રાણાએ રાજીનામું આપ્યું હતું.નગરપાલિકાની ચૂંટણીમાં 28 માંથી 27 બેઠકો ભાજપ જીતતા રાજીનામું ધર્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવેની કારમી હાર
હળવદ નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી જેનું મંગળવારે મોડલ સ્કૂલ ખાતે મતદાન ગણતરી યોજાઈ હતી જેમાં ભાજપ્નું બુલડોઝર ફરી વળ્યુ હતું ત્યારે હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષકુમાર જશવંતરાય દવે વોર્ડ નં 3 માંથી હાર નો સામનો કરવો પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech