રૂ. 37 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજુર થયો: ટૂંકમાં કામ શરૂ
ખંભાળીયામાં જામનગર જવાના રસ્તા પર 37 કરોડ રૂપિયાના જંગી ખર્ચે ઓવરબ્રિજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના મંત્રી કેબિનેટ તથા ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમની ખાસ રજૂઆતના પગલે મંજુર કર્યા હતા.
આ ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટ પણ દેવાય ગયાને મહિનાઓ થવા છતાં આ કામમાં રેલવે તંત્રની જમીન વધુ આવી જતી હોય નકશા રિવાઇઝડ કરીને નવા પ્લાન રજૂ કરવાનું જણાવાતા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા રાજકોટ રેલવે ડિવિઝન સમક્ષ રિવાઇઝ નકશા રજૂ કરતા તે મંજુર થતા કામને લીલી ઝંડી મળી છે તથા આ કામનું ખાતમુહૂર્ત પણ તાજેતરમાં રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.જી.યુ.ડી.ના અધિકારી રૂપાલાએ જણાવેલ કે થોડા જ સમયમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ ઓવરબ્રિજનું કામ ચાલુ થશે અને ઝડપથી પૂરું થાય તે માટે ઝડપી કાર્યવાહી તથા મોટી સંખ્યામાં માનવશ્રમ તથા ટેકનોલોજી સાથે શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે.
812 મીટરનો પુલ બનશે રૂ.37 કરોડના ખર્ચે બનનાર આ પુલ ઓવરબ્રિજ હશે જેથી હાલ રેલવે ફાટકનો પ્રશ્ન પણ હલ થશે. આ પુલની બન્ને તરફ સર્વિસ રોડ તથા હાલ રેલવે સ્ટેશન પાસે રેલવે સ્ટાફ ક્વાર્ટર છે ત્યાંથી પુલ શરૂ થશે અને ફાટક પછી સર્વિસ સ્ટેશનથી આગળ પૂર્ણ થશે જેની લંબાઈ 812 મીટરની રહેશે. અદ્યતન ટેકનોલોજીથી ઓવરબ્રિજ બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર રાજકોટ હાઇવે પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
May 21, 2025 12:23 PMજામનગર : દરીયાઈ વિસ્તાર નજીકના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
May 21, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech