છેલ્લા એક દસકાથી વૈશ્વિક સ્તરે ભારતની છબીમાં મોટો સુધારો થયો છે અને પ્રભાવમાં વધારો થયો છે. આ માટે ગુજરાતીઓનું મોટું યોગદાન છે તેવી વાત કેન્દ્ર સરકારના વિદેશ મંત્રી ડોકટર એસ. જયશંકરે કરી હતી.રાષ્ટ્ર્રીય એકતા મચં દ્રારા આયોજિત ભારત ભાગ્યવિધાતા વિષય પરના પ્રબુધ્ધ નાગરિકો સાથેના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સંવાદના કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતના સાડા ત્રણ કરોડ જેટલા લોકો દુનિયાના જુદા જુદા દેશોમાં વેપાર ધંધા રોજગારી અભ્યાસ વગેરે કારણ માટે વસે છે અને આ તમામ લોકોએ ભારતની છબી વિશ્વમાં ઉભી કરી છે. માટે વિઝનરી નેતૃત્વ અને ડીલેવરી ઓન ગ્રાઉન્ડ એટલે કે વચનની પૂર્તતા મહત્વની બાબત બની ગઈ છે.
નિર્ધારિત સમય કરતા એકાદ કલાક મોડા પહોંચેલા વિદેશ મંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત ચોક્કસ પ્લાનિંગ સાથે વિકાસના ક્ષેત્રે દરેક બાબતમાં આગળ વધી રહ્યું છે. અત્યારે સેમિકન્ડકટર અને ચીપનો જમાનો છે. તે માટે ગુજરાતના ધોલેરામાં તેનું ઉત્પાદન થવાનું છે અને આ માટેના કરાર થઈ ચૂકયા છે. ભવિષ્યમાં અહીં ઉત્પાદિત થતી સેમી કંડકટર અને ચીપ માટે સ્કીલ મળી રહે તેવા હેતુથી ૧૦૭ વિશ્વવિધાલયોમા આ માટેના અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૮૫,૦૦૦ એન્જિનિયરો મળી રહે તેવું આ આયોજન છે.
વિદેશ મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત જળ જીવન વીજળી રોડ કનેકિટવિટી પાયાની માળખાગત સુવિધાઓ મેલ ફીમેલ રેશિયો અભ્યાસની સુવિધા વગેરે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સોશિયલ મેઝરમેન્ટ કરાતું હોય છે. દુનિયાના આ સોશિયલ મેજરમેન્ટમાં ભારત નંબર વન બની ગયું છે અને દુનિયાભરના દેશો ભારતની પ્રગતિ નિહાળી રહ્યા છે.
વિશ્વ સમક્ષ અત્યારે ડિજિટલ અને કલાઈમેટ ચેન્જના બે મોટા પડકારો છે. ભારત આ બંને પડકારોમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણું આગળ છે એટલું જ નહીં અનેક દેશો માટે ભારત ઇન્સ્િપરેશન બની ગયું છે. દુનિયાની ભારત પ્રત્યે ઘણી અપેક્ષા છે અને તેથી આપણી જવાબદારી પણ વધી જાય છે ૨૦૧૪માં ભારતનું સ્થાન વૈશ્વિક ઈકોનોમીમાં ૧૧ મું હતું તે અત્યારે પાંચમા નંબરે છે અને નજીકના ભવિષ્યમાં આપણે ત્રીજા સ્થાને આવી જઈશું. દુનિયા આપણને ટેલેન્ટેડ અને કાબિલ માને છે. વૈશ્વિક પડકારોમાં ભારતે કેવી રીતે યોગદાન આપવું તેના પર સૌ નજર રાખીને બેઠા છે. એટલું જ નહીં ભારત તેના લોકો માટે શું કરે છે તે બાબત પણ દુનિયા બારીકાઈથી જોવે છે.
ચૂંટણીનો સીધો ઉલ્લેખ કર્યા વગર વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે દર પાંચ વર્ષે પ્રજા રીન્યુ કરતી હોય છે અને પ્રજાના રિન્યુઅલથી એક નવી ઉર્જા મળતી હોય છે. પરંતુ પ્રજા યારે રીન્યુઅલ કરે ત્યારે ડિલિવરી ઓન ગ્રાઉન્ડ અને વિઝનરી લીડરશીપ એમ બંને બાબતોને ખાસ જોતી હોય છે. મને વિશ્વાસ છે કે અમૃત કાળમાં ભારત વિકસિત રાષ્ટ્ર્ર બની જશે. જો કે આ માટે આપણે સૌએ પરિશ્રમ કરવો પડશે. દેશની ૧૪૦ કરોડની જનતાએ એક ટીમ બનીને કામ કરવું પડશે અને નેતાગીરીને સપોર્ટ કરવો પડશે.
ભારતના ભાવિ વિકાસ માટેની બુનિયાદ ૨૦૧૪માં નખાઈ ગઈ છે અને આગામી ૨૫ વર્ષની સફર આ બુનિયાદ પર શ થવાની છે. દેશ મજબૂત બની ગયો છે. ભારતમાં દરેક વર્ગને સાથે લઈને વિકાસ થઈ રહ્યો છે. હત્પં તો દુનિયાના અનેક દેશોમાં ફરી ચૂકયો છું દુનિયાનો ભારત પ્રત્યેનો અગાઉનો મૂડ અને દ્રષ્ટ્રિ અત્યારે સંપૂર્ણપણે ફરી ગઈ છે અને આ પરિવર્તનમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે.
દુનિયાના અન્ય દેશો માટે ભારતે કરેલી કામગીરીનો અને તેના મળેલા પરિણામોનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધ વખતે યારે રશિયામાં ફસાયેલા ૨૦,૦૦૦ જેટલા વિધાર્થીઓને ભારત પરત લાવવા માટે ઓપરેશન ગંગા શ કરવામાં આવ્યું ત્યારે તેને પોલેન્ડના રસ્તે ભારતમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે પોલેન્ડના લોકોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જામનગરના રાજવી જામ સાહેબે અમારી ઘણી મદદ કરી છે અને અમારા માટે અહેસાન ચૂકવવાનો આ મોટો મોકો છે
અનેક દેશોની વસતી કરતા ભારતમાં યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધુ
વિદેશ મંત્રીએ સરકારની જુદી જુદી યોજનાઓ અને તેના લાભાર્થીઓની સંખ્યાની આંકડાકીય માહિતી આપી જણાવ્યું હતું કે અન્ન યોજનામાં એસી કરોડ પરિવાર લાભ લે છે અને તે યુરોપ તથા અમેરિકાની આબાદી કરતા વધુ છે. મુદ્રા યોજનાનો લાભ ૪૨ કરોડ લોકો લઈ રહ્યા છે. ૨૦ કરોડ પરિવારને આવાસ યોજનાનો લાભ મળ્યો છે જે જર્મની અને જાપાનની વસ્તી કરતાં વધુ છે. ઉવલા યોજનામાં નેવું કરોડ લાભાર્થી છે. આટલી મોટી સંખ્યામાં લોકો લાભ રહી રહી રહ્યા હોવા છતાં લીકેજનું પ્રમાણ ઘણું ઓછું છે અને તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તથા મોદી ટેકનોલોજી મહત્વની બાબત છે
બે ત્રણ વર્ષમાં જ ભારત જાપાન–જર્મનીની આગળ
અમૃત કાળ સમય દરમિયાન ૨૦૭૫ સુધીમાં ભારત વિશ્વભરની લાર્જેસ્ટ ઇકોનોમીમાં બીજા નંબરના સ્થાને આવી જશે તેવી વાત વિદેશ મંત્રીએ કરી જણાવ્યું હતું કે બે થી ત્રણ વર્ષમાં જ આપણે જાપાન અને જર્મનીને ઓવરટેક કરી ત્રીજા સ્થાને પહોંચી જઈશું
લોકશાહીમાં ઝડપી વિકાસ ન થાય તે માન્યતા ખોટી સાબિત કરી
લોકો માને છે કે લોકશાહીમાં ઝડપથી વિકાસ ન થઈ શકે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખોટા સાબિત કર્યા છે. કોરોના પછી વિશ્વના અનેક દેશોની ઇકોનોમી હજુ રિકવર થઈ નથી ત્યારે ભારત ૭% ગ્રોથ સાથે આગળ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech