રાજકોટના ખેલૈયાઓ માટે સતત ૧૪ વર્ષથી નંબર –૧ ગરબાની સફર કરનાર આજકાલ દૈનિક આયોજિત આજકાલ ગરબાનો આજથી નાના મવા ચોક પાસેના ગ્રાઉન્ડમાં રાત્રે નવ વાગ્યાથી પ્રારભં થવા જઈ રહ્યો છે. જેનું જાજરમાન ઉદઘાટન રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ પાલાના હસ્તે કરવામાં આવશે તેમની સાથે રાયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડીડીઓ નવનાથ ગવ્હાણે, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના માનવતા મહેનમાનો વિશેષ ઉપસ્થિત રહી આજકાલનું આગણું શોભાવશે.
ઉપસ્થિત મહેમાનો દ્રારા આધશકિત જગદંબાની સમૂહ આરતી કરી ખેલૈયાની રાસની રમઝટ નિહાળશે.
આજથી તા.૧૨ સુધી આજકાલ ગરબામાં કલાસિક ઇવેન્ટના અતુલ દોશી અને વિશાલ દોશીના સથવારે મુંબઈના સુપ્રસિધ્ધ સિંગર્સ સોમાલી રોય, સૌરાષ્ટ્ર્રનો ભાતીગળ અવાજ દેવાંશી ચાંગેલા, દિપકરાજ ચાવડા, નિલેશ ઓઝા બ્રધર્સ બીટસના તાલે ખેલૈયાઓને થીરકાવવા માટે તૈયાર છે. ગણેશ સાઉન્ડની ધમાકેદાર જેબીએલની સાઉન્ડ સિસ્ટમ અને અધતન લાઇટિંગ ચાર ચાંદ લગાવશે.
તા.૧૨ના મેગા ફાઇનલમાં સિનિયર,જુનિયર કેટેગરીમાં વિજેતા પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામોના ઉપહાર આવશે. યુરીની પેનલ દવારા જીણવટ પૂર્વકના નિરીક્ષણ હેઠળ હંમેશા પારદર્શક નિર્ણય માટે આજકાલ ગરબા જાણીતા છે.
પારિવારિક માહોલમાં છેલ્લા ૧૪ વર્ષથી કરવામાં આવતા આજકાલ ગરબાના આયોજનમાં માત્ર ખેલૈયાઓ જ નહીં પરંતુ રાજકીય, સમાજશ્રેિઓ, અધિકારીગણ, ઉધોગપતિઓ સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પરિવાર સાથે ઉપસ્થિત રહી ગરબાની રંગત માણે છે.
આજકાલના આયોજનમાં ખેલૈયાઓની સુરક્ષાને પ્રથમ પ્રાધ્યન્ય આપવા આવે છે જેને લઇને આખું ગ્રાઉન્ડ મેટથી સ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં લેડીઝ–જેન્ટસ બાઉન્સરો સાથેની ચુસ્ત સિકયોરિટી સતત ગ્રાઉન્ડમાં હરતી ફરતી રહે છે, યારે આ વર્ષે સીસીટીવીથી પણ ગ્રાઉન્ડ ઉપર બાઝ નજર રાખવામાં આવશે. તેમજ ગરબા રમીને થાક લાગતા ખેલૈયાઓ અને તેમના પરિવારને કવોલિટી યુકત ફડ મળી રહે માટે કેન્ટીંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech