લાલપુરમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી

  • August 10, 2024 01:14 PM 

લાલપુરમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી


જામનગર જિલ્લાના લાલપુરમાં તા: 10 મી ઓગસ્ટ ના રોજ પ્રથમ વખત વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિશ્વ સિંહ દિવસની મહારેલીમાં લાલપુરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા વાળું માસ પહેર્યું હતું સિંહ બચાવો ના નારાપણ લગાવવામાં આવ્યા હતા. આ મહારેલી નું આયોજન બી.આર.સી કોડિનેટર યશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું અને મહારેલીમાં ગ્રામજનો,આગેવાનો, અધિકારીઓ, શિક્ષક ગણ, તથા તમામ શાળાના વિદ્યાર્થીઓ બમણી સંખ્યામાં જોડાયા હતા. આ મહારેલી માં અંદાજે 1200 થી 1500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિશ્વ સિંહ દિવસ મહારેલી લાલપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ મહારેલી માં ગુજરાતના ગૌરવ ગીરના સિંહના સરક્ષણનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.તેમજ દર વર્ષે ૧૦ મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે તેવો પણ સંકલ્પ કરવામાં આવીયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application