શ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા ધામધુમપૂર્વક ધર્મોત્સવ ઉજવાયો: ઘ્વજારોહણ અને દ્રાભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા
‘છોટીકાશી’ નું બિરૂદ પામેલા જામનગરમાં શ્રી વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા ચૈત્ર સુદ ચતુર્દશીનાં પાવન દિને પરંપરાગત રીતે ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણીને અનુલક્ષીને ધર્મોત્સવ યોજાયો હતો.
પાટોત્સવની પૂર્વસંધ્યાએ શ્રી હાટકેશ્વર મંદિરનાં હાટકેશ હોલમાં સંગીત સંધ્યા યોજાઇ હતી. જેમાં ભજન, શ્લોક ગાન તથા ભગવાન શિવનાં હાટકેશ્વર સ્વરૂપ અંગેની ક્વિઝ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતાં. વિજેતાઓને સન્માનીત પણ કરવામાં આવ્યા હતા. જ્ઞાતિજનો વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તથા અંતિમ ચરણમાં અલ્પાહારનો કાર્યક્રમ યોજાયો હતો.
પાટોત્સવનાં દિને શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારે ધ્વજારોહણ તથા લઘુદ્રાભિષેક સહિતનાં ધર્મકાર્યો યોજાયા હતાં. લઘુરૂદ્રાભિષેકનાં યજમાન પદે બિરાજી ઉજ્જવલ ઓઝા તથા અક્ષિતા ઓઝાએ શિવ આરાધના કરી હતી, તથા ધ્વજારોહણનાં યજમાન પદે સ્વ. વિરેન્દ્રભાઇ છોટાલાલ ધોળકીયા તથા સ્વ. તિલોત્તમાબેન વિરેન્દ્રભાઇ ધોળકીયાની સ્મૃતિમાં હસ્તે લીનાબેન તથા સુનિલ ભાઇ માંકડ પરીવારે (જૂનાગઢ) પુણ્યલાભ પ્રાપ્ત કર્યો હતો.
સાંજે શ્રી હાટકેશ્વર દાદાની પરંપરાગત રવાડી યોજાઇ હતી. જે વાજતે ગાજતે નાગરપરા શેરી નં 1 થી ખંભાળીયા ગેઇટ, હવાઇ ચોક થઇ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઇ હતી. રવાડીમાં યોજાયેલ ફેન્સી ડ્રેસ સ્પધર્મિાં બાળકોએ શિવ પરીવારનાં પાત્રો ભજવી જીવનમાં દૈવત્વને આત્મસાત કરવાનાં ઉતમ લક્ષ્ય તરફ ધ્યાન દોર્યું હતું. સાંજે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીમાં શ્રદ્ધાનો નાદ બુલંદ થયો હતો, મહાઆરતી પછી અંતમાં ટાઉનહોલમાં સન્માન સમારોહ યોજાયો હતો તથા પાટોત્સવ મહાપ્રસાદનો લાભ લઇ જ્ઞાતિજનોએ ધન્યતા અનુભવી હતી. જ્ઞાતિનાં પ્રમુખ ભોલાનાથભાઇ રીંડાણી,ઉપપ્રમુખ અજયભાઇ વૈશ્નવ, હાટકેશ સમિતિ ચેરમેન યોગેશભાઇ રીંડાણી સહિતનાં હોદ્દેદારોએ સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech