શહેરમાં 500થી વધુ બાઈકો સાથે હિન્દુ સેનાની યાત્રા, કોર્પોરેટરો તેમજ જ્ઞાતિના આગેવાનો જોડાયા, પોલીસ અધિકારીઓનું ભગવા ખેંસ પહેરાવી કર્યું સન્માન, પોતાની પીઠ પર અયોધ્યા વાપસી જેવા ચિત્રો થી લોકો આનંદિત થયા
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. લગભગ 500 થી વધુ વર્ષો બાદ ભગવાન શ્રીરામ પોતાના મંદિરથી દૂર હતા. આ દિવસે ભગવાન શ્રીરામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજ્યાં હતા. જેની ખુશીમાં દેશભરમાં ઉત્સવો ચાલી રહ્યા હતા અને તેમાં પણ જામનગર એટલે કે છોટી કાશી અને આ છોટી કાશીમાં શ્રી રામજીના આગમન પહેલા હિન્દુ સેના જામનગર દ્વારા ભવ્યાતી ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રાનું આયોજન 20 જાન્યુઆરી 2024 ના રોજ સાંજે કરવામાં આવ્યું હતું. શ્રી રામજી ને વધાવવા અને સ્વાગત માટે હિન્દુ સેનાના સૈનિકો ના ઉત્સાહનો પણ પાર ન હતો. હિન્દુ સેનાએ પણ જામનગરમાં પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન શ્રીરામ રથ બાઇક યાત્રા દ્વારા કર્યું હતું. આ યાત્રાને જોતા ભગવાન શ્રીરામ જાણે છોટી કાશીમાં પધારવાના હોય અને દેવોની પુષ્પ વૃષ્ટિ થતી હોય અને સાથે હનુમાનજીની ફોજ હોય તેમ હિન્દુ સેનાના સૈનિકો શહેરના મુખ્ય માર્ગો પરથી શ્રી રામ રથ બાઇક યાત્રામાં જોવા મળ્યા હતા અને પોતાની અદભુત સંગઠન શક્તિ નું પ્રદર્શન કર્યું હતું.
જામનગરમાં હિન્દુ સેના દ્વારા બાઈક યાત્રા 20ના રોજ બાલા હનુમાન મંદિરે પૂજન કરી સાંજે 5:00 વાગ્યે હિંદુ સેના ના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી દ્વારા પ્રસ્થાન કરાવી હતી. જે બાઈક યાત્રા હવાઈ ચોક, એવેડીયા મામા, સેન્ટર બેંક, વર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, પંજાબ નેશનલ બેંક, કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર, બેડીનું નાકુ,અને અંતમાં ટાવરે શ્રીરામ દૂધ હનુમાન મંદિરે શ્રીરામ-લક્ષ્મણ -જાનકી અને હનુમાનજીનું સ્વાગત કર્યું હતું. શ્રી રામરથ યાત્રા દરમિયાન તળાવની પાળે બજરંગ ગ્રુપ, એવડિયા મામા પાસે ગજ કેસરી યુવા ગ્રુપના પંડ્યા સહિત, વર્ધન ચોક સીંધી માર્કેટ વાસણ એસોસિએશન, લાલવાડી ફટાકડા એસોસિએશન, કાશી વિશ્વનાથ ખવાસ રાજપૂત યુવા ગ્રુપ દિપક ટોકીઝ, પંજાબ નેશનલ બેંક કોર્પોરેટર આકાશ બારડ દ્વારા સ્વાગત, આ રીતે અનેક સ્થાનો પર સ્વાગત તેમજ ઠંડા પીણા ની વ્યવસ્થા ઉભી થયેલ હતી, તેમજ શ્રી રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીના રથનું અનેક સ્થળો પર ફટાકડા ફોડી સ્વાગત કરાયું હતું.
યાત્રા દરમિયાન જામનગર શહેર દક્ષિણ-79 ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, કોર્પોરેટરો અરવિંદ સભાયા, પાર્થ કોટડીયા, પ્રભાબેન ગોરેચા, ડિમ્પલબેન રાવલ, પૂર્વ મેયર હસમુખ જેઠવા, પૂર્વ કોર્પોરેટર સુરેશ હાલરીયા તેમજ ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો તથા બીજેપીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન બીજેપીના જીતુભાઈ લાલે ફોનથી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સાંસદ પૂનમબેન માડમે હિન્દુ સેનાને પત્ર મોકલાવી શુભકામના પાઠવેલ હતી.
આ યાત્રામાં હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીભાઈ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ મહાદેવ તેમજ સંસ્થાના કાર્યકતર્ઓિ ખાસ ઉપસ્થિત રહી હિન્દુ સેનાને પૂરો સહયોગ આપેલ હતો. યાત્રાની શરૂઆતથી જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્શ એસોસિયેશનના પ્રમુખ મનસુખભાઈ ચૌહાણ, સહમંત્રી અમૃતભાઈ વાડીયા, ખજાનચી પંકજભાઈ બોરેચિય તથા અયોધ્યાનગર રામ મંદિરે ગ્રુપના આગેવાન લીલાભાઈ મોઢવાડિયા, જીવાભાઈ કારાવદરા, શૈલેષભાઈ વસોયા, કિશોરભાઈ ડાભી તેમજ સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી ધનરાજભાઈ મનગવાણી, પ્રમુખ ઓધવદાસ ચંદીરામાણી,બ્રહ્મ સમાજના અગ્રણી સુનિલભાઈ ખેતિયા તેમજ હિન્દુ કટ્ટર નેતા વ્રજલાલભાઇ પાઠક, વિશાલભાઈ ખખર, ભાવેશભાઈ ઠુમર, કરણી સેના જામનગરના મહામંત્રી હાર્દિકસિંહ ચુડાસમા, જીમી ભરાડની યાત્રા દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહી હતી.
આ યાત્રા નું આકર્ષણ રથ બેઠેલા શ્રી રામ-લક્ષ્મણ-જાનકી તથા હનુમાનજી અને રથની પાછળ બહેનો દ્વારા જય શ્રી રામના નારાથી વાતાવરણ રામમય બની ગયું હતું. આજ યાત્રામાં સિંધી યુવાન દ્વારા પોતાની પીઠ પર અયોધ્યા વાપસી ના ચિત્રો દોરી લોકોમાં ઉત્સાહ તેમજ આકર્ષણ જગાવ્યું હતું. આ યાત્રામાં પૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી (ગ્રામ્ય) ડી.પી. વાઘેલા તથા સીટી ’ એ’ ડિવિઝનના પી.આઇ એન.એ. ચાવડા તેમજ તેમજ સીટી ’એ’નો ડિ સ્ટાફ, ટ્રાફિક સ્ટાફ તથા પોલીસ જવાનો ખડે પગે રહી યાત્રાનું રક્ષણ પૂરું પાડ્યું હતું.આ યાત્રાનું આયોજન હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પીલ્લાઈ, મંત્રી મયુર ચંદનના નેજા હેઠળ થયું હતું. જેમાં ધીરેન નંદા, શશીકાંતભાઈ સોની, કિશન નંદા, કરણ દવે, રવિ લાખાણી, જીલ બારાઈ, રામ મદ્રાસી, રાજ ખરા, ઓમો ભાનુશાળી, સંજય ધનવાણી, સાગર નાગપાલ, રાજ રાઠોડ, હર્ષ ભાનુશાળી, જય ભટ્ટ, કનકસિંહ, યોગેશ્વર દ્વિવેદી, ભાવેશ શેઠિયા, મીડિયા સેલના સચિન જોશી સહિત અનેક સૈનિકોએ અથાગ મહેનત કરી યાત્રાને સફળ બનાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMઆ રાશિના જાતકોને ધંધામાં ફાયદો થશે, અંગત સફળતામાં વધારો થશે
December 22, 2024 09:03 AMકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech