બજરંગ દળના 101 ભાઇઓએ ત્રિશુલ દિક્ષા ગ્રહણ કરી
સમગ્ર ભારતમાં હિન્દુ સંસ્કૃતિમાં હનુમાન જયંતિની ખાસ ઉજવણી કરવામાં આવે છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના રોજ હનુમાનજીનો જન્મોત્સવ હોય જામનગરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે બજરંગદળના 101 ભાઇઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી. તેમજ ત્યારબાદ બાઇક રેલી યોજીને શહેરના મુખ્યમાર્ગો પરથી આ રેલી પસાર થઇ હતી.
જામનગરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા શ્રી હનુમાન જન્મોત્વ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાધેકિષ્ના વાળા પૂજય હરીબાપુની ઉપસ્થિતિમાં હિન્દુ યુવાનો ધર્મરક્ષા, ગૌરક્ષા, નારી રક્ષાને સુરક્ષાના ભાવને સાર્થક કરવા ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી. આ તકે નેશનલ ટ્રસ્ટી તેમજ હિન્દુ સંરક્ષક, રાષ્ટ્રિય સેવા સંવર્ધન સમિતિ કેન્દ્રિય નેતૃત્વ દળ, વિશ્ર્વ હિન્દુ પરિષદના સૌથી યુવાન યોગેન્દ્રભાઇ વેકરિયાની વિશેષ ઉપસ્થિત દ્વારા બજરંગદળના યુવાન ભાઇઓને તેમને સાંભળવાનો અવસર મળ્યો હતો. ધર્માની રક્ષા માટેના શપથ લઇને બજરંગદળના 101 યુવાનોએ ત્રિશુલ ગ્રહણ કર્યા હતા.
ત્યારબાજ પૂજય હરિબાપુ અને યોગેન્દ્રભાઇ વેકરીયા દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ બાઇક રેલી મિગ કોલોની ખાતે આવેલા જંગલેશ્ર્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડ લાલ બંગલા સર્કલ, ટાઉનહોલ, બેડીગેઇટ, દિપક ટોકિઝ, ચાંદીબજાર, હવાઇચોકથી બાલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. શોભાયાત્રાના રૂટમાં જુદા-જુદા સંગઠનો અને ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે આ બાઇક રેલીમાં પ્રભુશ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મહારાજ, ફુલવર્ષા તોપ, ડીજે અને ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા શોભાયાત્રા ના સમગ્ર રૂટ પર ગાયત્રી મંત્રના ઉચ્ચાર સાથે ગાયત્રી યજ્ઞ સહિતના વિવિધ ફલોટસ તેમજ બજરંગદળના યુવાનો દ્વારા હનુમાનજી ની વેશભૂષા ધારણ કરીને વાનરસેનાનું આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત બજરંગદળ અને દુર્ગાવાહિનીની દ્વારા શકિત પ્રદર્શન તેમજ માતૃશકિત દ્વારા રાસોત્સવ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા ના રૂટમાં ક્રિકેટ બંગલા ખાતે કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ અને 300 બાળકો દ્વારા સ્વાગત આરતી, લાલ બંગલા ખાતે બીપીનભાઈ આશર અને વેપારી એસોસિએશન દ્વારા સ્વાગત, જ્યોત ટાવર વેપારી એસોસિએશન દ્વારા ઠંડા પાણી અને ફુલહારથી સ્વાગત, બેડી ગેટ જામનગર સિંધી સમાજ પ્રમુખ અને વેપારી દ્વારા પ્રસાદી, સ્ટર્લીંગ પોઇન્ટ માર્કેટ વેપારી દ્વારા દૂધ કોલ્ડિંગ, બેડી ગેટ કડિયા જ્ઞાતિ રામ મંદિર પ્રમુખ નવીનભાઈ લાખાણી દ્વારા ફુલહારથી સ્વાગત, સ્વામિનારાયણ મંદિર બેડી ગેટ ચતુર્ભુજદાસજી મહારાજ ના હસ્તે ફૂલહાર થી સ્વાગત, બેડીગેટ ખાદી ભંડાર પાસે કિરીટ ફરસાણ અને વેપારીઓ દ્વારા સ્વાગત, પંજાબ બેંક દયારામ લાઈબ્રેરી પાસે પુરબિયા રજપૂત સમાજ ચૌહાણ ફળી દ્વારા શરબત વિતરણ અને સ્વાગત, સજુબા ગર્લ્સ સ્કુલ સામે રિક્ષા એસોસિએશન દ્વારા દુધ કોલ્ડીંગ અને ફૂલહાર થી સ્વાગત, રતનબાઇ મસ્જિદ પાસે કમલ જ્વેલર્સ કેતનભાઇ ભુવા અને કિશોરભાઈ ભુવા દ્વારા ફુલહારથી સ્વાગત, જૈન દેરાસર પાસે જૈન સમાજ (હનુમાન મંદિર ગ્રુપ) દુધ કોલ્ડિંગ અને ફૂલ દ્વારા સ્વાગત, ચાંદી બજાર સોની સમાજ દ્વારા ફુલહાર થી સ્વાગત, શિખંડ સમ્રાટ સેન્ટ્રલ બેન્ક મીઠાઈ બજાર દ્વારા ફુલહાર થી સ્વાગત ,અવેડિયા મામા ગ્રુપ સેતા વાડ દ્વારા ઠંડા પાણી ફૂલહાર થી સ્વાગત ,હવાઈ ચોક મનીષભાઈ કોર્પોરેટર દ્વારા દૂધ કોલ્ડિંગ ફુલ હારથી સ્વાગત, વિનુભાઈ તન્ના ટ્રસ્ટી બાલા હનુમાન ખાતે પૂર્ણાહુતિ ખેસ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ તકે પૂજય સંત હરિબાપુ, યોગેન્દ્રભાઇ વેકરીયા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઇ મોદી, બજરંગદળ પ્રાંત સંયોજક રવીરાજસિંહ જાડેજા, માતૃશકિત સૌરાષ્ટ્ર પ્રાંત, સહ સંયોજિકા હિનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકાીરણી કૃપાબેન લાલ, જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઇ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઇ ગોંડલીયા,ગ્રામ્ય અધ્યક્ષ રમેશભાઇ તારપરા, જામનગર મહાનગર ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઇ પિલ્લે, વિજયભાઇ બાબરીયા, પ્રફુલ્લાબેન અગ્રાવત, મંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી સુરેશભાઇ ગોંડલીયા, માતૃશકિત સહસંયોજિકા ભગીરથીબેન અજા, વર્ષાબેન નંદા, ભાવનાબેન ગઢવી, દુર્ગાવાહિની જામનગર મહાનગરની સહ સંયોજિકા કોમલબેન ધનવાણી, રીનાબેન નાનાણી, બજરંગદળ સંયોજક , સહ સંયોજક ભૈરવભાઇ ચાંદ્રા, ધુમિલ રાવ લંબાટે ,હિમાશુંભાઇ ગોસાઇ સહિત ગાયત્રી પરિવારના સભ્યો તેમજ અગ્રણીઓ આ શોભાયાત્રામાં સાથે જોડાયા હતા અને ‘જય શ્રી રામ’ ના નારા સાથે જામનગરના મુખ્ય માર્ગો પર રામમય વાતાવરણ બનાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech