મધરાત્રીના કાર પલ્ટી મારી જતા માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠયો : બે વ્યકિત ઘાયલ : લગ્ન પ્રસંગમાં ગયા બાદ ચા-નાસ્તો કરવા જતા રસ્તામાં કાળ ભેટયો : મૃતકોમાં બે યુવક જામનગરના : પરિવારમાં ઘેરા શોકની લાગણી
ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે મધરાત્રીના ગોઝારો અકસ્માત સર્જાયો હતો, કાર પલ્ટી મારી જતા તેમા બેઠેલા પાંચ પૈકી 3 યુવાનોના ગંભીર ઇજા સબબ કણ મોત નિપજયા હતા અને બે વ્યકિતને ઇજા પહોચી હતી બનાવના કારણે ભારે અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે, લગ્ન પ્રસંગમાં ગયા બાદ રાત્રીના ચા-નાસ્તો કરવા નીકળ્યા હતા અને રસ્તામાં કાળનો ભેટો થયો હતો. બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, મૃતકોમાં બે યુવકો જામનગરના હોવાનું બહાર આવ્યું છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અનીશભાઈ રાજેશભાઈ ચભાડીયા જેના પરિવારમાં કૌટુંબિક દીકરા દીકરીના લગ્ન યોજાયા હોવાથી જેમાં હાજરી આપવા માટે ધર્મેન્દ્રસિંહ ઝાલા (29 વર્ષ), રીશી મુકેશભાઈ (20 વર્ષ) તેમજ વિવેક પરમાર (19 વર્ષ) પહોંચ્યા હતા, તેમજ લતીપરના જસ્મીનભાઇ વિઠ્ઠલભાઈ (19 વર્ષ) તથા હરનીશભાઈ રાજેશભાઈ (25 વર્ષ) કે જેઓ પાંચેય ગઈકાલે રાત્રે એક કારમાં બેસીને ધ્રોલ ચા-પાણી પીવા માટે ગયા હતા, અને ત્યાંથી રાત્રિના બે વાગ્યે પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન લતિપર ગામના પાટીયા પાસે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડથી નીચે ઉતરીને ગડથોલીયા ખાઈ ગઈ હતી. જે અકસ્માતના કારણે કારનું પડીકુ વળી ગયું હતું, દરમ્યાન પાછળની સીટમાં બેઠેલા લતીપરના રીસી મુકેશભાઈ ચભાડીયા, જામનગરના શ્રીજી હોલ પાસે રહેતા વિવેક દિનેશભાઇ પરમાર તેમજ જામનગરના શિવનગર ડાંગરવાડા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા ત્રણેયને ગંભીર ઇજા થવાથી ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભયર્િ મૃત્યુ નીપજ્યા હતા. જયારે જસ્મીન વિઠ્ઠલભાઈ તેમજ હરનીશ રાજેશભાઈ બંનેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસની ટુકડી બનાવના સ્થળે તેમજ જામનગર હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને અકસ્માતના બનાવ અંગે ફરીયાદ નોંધી છે, તેમજ ત્રણેય મૃતકોના મૃતદેહોનો કબજો સંભાળી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતના બનાવને લઈને પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech