ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી હશે. યશવર્ધનની સામે એક તાજી ફિમેલ લીડને કાસ્ટ કરવાની ચર્ચા છે, જેની શોધ હજુ ચાલી રહી છે. ટૂંક સમયમાં નામ ફાઇનલ કરવામાં આવશે.
બોલીવુડના હીરો નંબર 1 ગોવિંદા દાયકાઓથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. અભિનેતાએ પોતાના ડાન્સ અને અભિનયથી બધાના દિલમાં ખાસ જગ્યા બનાવી. હવે ગોવિંદાનો પુત્ર યશવર્ધન આહુજા બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અહેવાલ મુજબ, યશવર્ધન એક લવ સ્ટોરીમાં કામ કરવા જઈ રહ્યો છે જેનું નિર્દેશન એવોર્ડ વિજેતા નિર્દેશક સાઈ રાજેશ કરશે.
પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા અહેવાલમાં જણાવાયું છે કે, “આ ફિલ્મ એક ખાસ લવ સ્ટોરી હશે, આ ફિલ્મથી યશવર્ધન આહુજા ડેબ્યૂ કરશે. યશવર્ધને આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેની મહેનતના કારણે તેને આ રોલ મળ્યો. આ ફિલ્મ સાઈ રાજેશ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે અને મધુ મન્ટેના, અલ્લુ અરવિંદ અને એસકેએન ફિલ્મ્સ દ્વારા નિર્મિત કરવામાં આવશે.
ફિમેલ લીડ વિશે વાત કરીએ તો મેકર્સ યશવર્ધનની સામે નવો ચહેરો લાવવા માંગે છે. આ માટે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાને જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશ છાબરાને 14 હજારથી વધુ ઓડિશન ક્લિપ્સ મળી છે. એક્ટ્રેસ લીડ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2025ના પહેલા 6 મહિનામાં શરૂ થશે.
યશવર્ધન આહુજાનો જન્મ 1 માર્ચ 1997ના રોજ મુંબઈમાં થયો હતો. તે ગોવિંદા અને સુનીતાનું બીજું સંતાન છે. યશવર્ધનને ટીના આહુજા નામની મોટી બહેન છે. તેણે કિક 2, ઢીશૂમ અને તડપ જેવી ફિલ્મોમાં નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે. યશવર્ધને લંડનની મેટ ફિલ્મ સ્કૂલમાંથી એક વર્ષનો ફિલ્મ મેકિંગ અને એક્ટિંગ કોર્સ કર્યો છે. હાલમાં તેની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે જોવાનું એ રહે છે કે તે તેના પિતા જેવું સ્થાન બનાવી શકશે કે નહીં?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપરસ્ટાર બનવા માટે ટિકિટ કાઉન્ટર પર કામ કર્યું, ફિલ્મફેર ટ્રોફી વેચી મારી
May 09, 2025 12:16 PMજામનગર : યુદ્ધની પરિસ્થિતિના પગલે પોલીસ સતર્ક થઈ
May 09, 2025 12:13 PMજામનગર: ખાનગી મિલમાં યુવકનું નિપજ્યું મોત
May 09, 2025 12:10 PMતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech