સૈફ અલી ખાનના પરિવારની રૂા.૧૫૦૦૦ કરોડની સંપત્તિ પર સરકાર કરશે કબજો

  • January 21, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડ એકટર સૈફ અલી ખાનના પરિવારની ભોપાલમાં જ સ્થિત . ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પર સરકાર કબજો કરી શકે છે. હાઈકોર્ટે આ વારસાગત ઐતિહાસિક સંપત્તિ પર ૨૦૧૫થી લાગૂ સ્ટે દૂર કરવાનો નિર્ણય લેતાં સરકાર ટૂંકસમયમાં નવાબ પટૌડી પરિવારની સંપત્તિ પર કબજો મેળવશે.
સૈફ અલી ખાન અને તેમનો પરિવાર હાઈકોર્ટના આદેશને પડકારતાં ડિવિઝન બેન્ચના દરવાજા ખટખટાવી શકે છે. ભોપાલના કલેકટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા ૭૨ વર્ષમાં શત્રુ સંપત્તિઓમાં જે લોકોના નામ સામેલ છે. તેની તપાસ હાથ ધરાશે. સંપત્તિ પર સર્વે કરવામાં આવશે.
ભોપાલના નવાબની મોટી દિકરી આબિદા પાકિસ્તાન સ્થાયી થઈ જતાં નવાબ પરિવારના વંશજ, સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોર આ સંપત્તિ પર દાવો કરી રહ્યા છે. સરકાર હવે આ સંપત્તિનો સર્વે કરાવી કાયદાકીય કાર્યવાહી હેઠળ તેના પર કબજો મેળવશે. ૨૦૧૫માં સરકારે આ સંપત્તિને સરકારી સંપત્તિ જાહેર કરી હતી. ભોપાલના નવાબ મનસૂર અલી ખાન પટૌડી અને તેમના પરિવારની ભોપાલમાં . ૧૫૦૦૦ કરોડની સંપત્તિ છે. જેમાંથી ઘણી સંપત્તિ વેચાઈ ગઈ છે. આ સંપત્તિ કોહેફિજાથી ચિકલોદ સુધી વિસ્તરેલી છે. પટૌડી પરિવારની આશરે ૧૦૦ એકર જમીન પર દોઢ લાખથી વધુ લોકો રહે છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ સંપત્તિ પર ૨૦૧૫માં સ્ટે લાગુ કર્યેા હતો. આ કેસ શત્રુ સંપત્તિ અધિનિયમ સાથે જોડાયેલો છે. જસ્ટિસ વિવેક અગ્રવાલે નવાબ પરિવારને ૩૦ દિવસની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો સમય આપ્યો હતો. સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પરિવાર કોઈ દાવો રજૂ કરી શકી નથી.
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ ભારતે ૧૯૬૮માં શત્રુ સંપત્તિ અધિનિયમ ઘડો હતો. આ અધિનિયમ અંતર્ગત, ભારત–પાકિસ્તાન ભાગલા બાદ તેમજ ૧૯૬૨,૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં જે લોકો દેશ છોડી પાકિસ્તાન પલાયન કરી ગયા હતા, તેઓની ભારતમાં સ્થિત સંપત્તિ પર કેન્દ્ર સરકાર કબજો મેળવે છે. નવાબ પરિવારની એક દિકરી આબિદા પણ પાકિસ્તાન જતાં તેમની ભોપાલમાં સ્થિત સંપત્તિ પર સરકાર કબજો મેળવવા માગે છે. સૈફ અલી ખાન પટૌડીના પરિવારની સંપત્તિમાં હરિયાણાના ગુગ્રામ સ્થિત પટૌડી પેલેસ, ભોપાલના નૂર–ઉસ–સબાહ પેલેસ, લેગ સ્ટાફ હાઉસ, દાર–ઉસ–સલામ, બંગલા ઓફ હબીબી, કોટેજ ૯, ફોર કવાર્ટર્સ, મોટર્સ ગેરાજ, વર્કશોપ, ન્યૂ કોલોની કવાર્ટર્સ, બંગલા નંબર વન ન્યૂ કોલોની, ડેરી ફર્મ કવાર્ટર્સ, ફારસ ખાના, ફોરેસ્ટ સ્ટોર, પોલીસ ગાર્ડ મ, ગવર્મેન્ટ ડિસ્પેન્સરી, ગવર્મેન્ટ સ્કૂલ, કોહેફિજા પ્રોપર્ટી અને અહમદાબાદ પેલેસ સહિત ઐતિહાસિક ઈમારતો અને જમીનો સામેલ છે.
૨૦૧૩માં જિલ્લા પ્રશાસને શત્રુ સંપત્તિઓ પર એક રિપોર્ટ રજૂ કર્યેા હતો. જેમમાં ૨૪ સંપત્તિઓનો ઉલ્લેખ હતો. ૨૦૧૫માં તે ઘટી ૧૬ થઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, ભોપાલમાં માત્ર 'નાનીની હવેલી' જ આબિદા સુલ્તાનના નામે રજિસ્ટર્ડ હતી. યારે 'મેપલ હાઉસ'ના માલિકની જાણ થઈ શકી નથી. છેલ્લા ૭૦ દાયકામાં રેકોર્ડ મુજબ ૨૪ સંપત્તિઓ શત્રુ સંપત્તિ તરીકે મળી આવી હતી. પરંતુ તેમાંથી મોટાભાગની સંપત્તિ આબિદા સુલ્તાનના નામે રજિસ્ટર્ડ ન હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application