રાજયમાં નવી જંત્રીના અમલને લઈને સરકાર સામે વિવિધ સંગઠનો વિરોધનો સુર વ્યકત કરી રહ્યા છે સૌથી વધુ વાંધાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લ ામાંથી મળ્યા છે. જેને લઈને મહેસુલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ બેઠકોનો દોર ચલાવ્યો છે. રાય સરકારે જિલ્લ ા કલેકટરોને એવો આદેશ આપ્યો છે કે સૂચિત જંત્રીના દરના મુદે ઓનલાઇન તેમજ ઓફલાઈન વાંધા સુચનો મેળવવામાં આવે. આવું કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નવી જંત્રીના અમલ બાદ કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો થવો જોઈએ નહીં તેમજ હિતધારકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે કરવાનું હેતુ છે
ગુજરાત રાયના મહેસુલ વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ વિવિધ જિલ્લ ા કલેકટરો સાથે બેઠક કરી રહ્યા છે જેમાં સ્ટેમ્પ ડુટી વસુલાત સાથે જોડાયેલા અધિકારીઓને પણ બોલાવવામાં આવી રહ્યા છે આ બેઠકમાંસ્થાનિક અધિકારીઓએ પણ જંત્રી વાંધા માટે આફલાઇન સિસ્ટમની માંગ કરી છે કારણ કે મોટી સંખ્યામાં હિતધારકો તેમના વાંધા ઓનલાઈન સબમિટ કરવામાં અસમર્થ છે. એક કે બે દિવસમાં, રાય સરકાર આફલાઇન વાંધા અને સૂચનોને મંજૂરી આપી શકે છે, અને તેના માટે એક ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. જે સમગ્ર રાય માટે એક સરખો રહેશે જેનાથી જ ડેટાનો સંકલન સરળતાથી કરી શકાશે.
આ ફોર્મેટમાં સ્થાનિક મામલતદાર કચેરીને જંત્રીની દરખાસ્ત કરી. ઘણા ખેડૂતોએ પહેલાથી જ વિવિધ મામલતદાર કચેરીઓમાં તેમના વાંધાઓ આફલાઇન સબમિટ કરી દીધા છે, અને આ તમામ વાંધાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે, તેમ વરિ અધિકારીએ જણાવ્યું છે.
જંત્રી ના વધારા અંગે એક પખવાડિયા પહેલા. મોટી સંખ્યામાં ખેડૂતો અને કેટલાક ડેવલપર્સ આ ફોર્મેટને કારણે સિસ્ટમમાં નેવિગેટ કરવું મુશ્કેલ લાગ્યું, જેના કારણે તેઓ આફલાઇન સિસ્ટમની માંગ કરી રહ્યા હતા. આ મુદ્દે ક્રેડાઈ–ગુજરાતએ પણ રાય સરકારને પત્ર લખીને આફલાઇન સિસ્ટમ અને ફીડબેક સબમિટ કરવાની સમયમર્યાદા ૨૦ ડિસેમ્બર પછી વધારવાની માંગ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અંગેનો અંતિમ નિર્ણય સરકારમાં ઉચ્ચ સ્તરે લેવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સૌથી વધુ વાંધાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લ ામાંથી મળ્યા છે.ક્રેડાઈ એમ પણ કહ્યું કે એક સરળ પ્રક્રિયા હોવી જોઈએ જેથી કરીને દૂરના સ્થળોના ખેડૂતો પણ તેમની રજુઆત મોકલી શકે.
એક ઈમેલ આઈડી ઓનલાઈન પ્રક્રિયા માટે ફરજિયાત છે. તેવા સંજોગોમાં ખેડૂતો કેવી રીતે તેમનો અવાજ રજૂ કરી શકે તો કનેકિટવિટી ખૂબ જ નબળી હોવાના કારણે આ કામ ઝડપી થઈ શકતું નથી આથી આગામી દિવસો દરમિયાન રાય સરકાર દ્રારા જંત્રી સંદર્ભે ઓફલાઈન ફીડબેક લેવાનું શ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech