સરકારી એજન્સી સીઇઆરટી–ઇનએ ગૂગલ ક્રોમના કરોડો યુઝર્સ માટે નવી ચેતવણી જારી કરી છે. ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની આ ચેતવણીમાં ગૂગલના બ્રાઉઝરમાં ઘણી સમસ્યાઓ જોવા મળી છે, જેના કારણે સાયબર એટેકનો ખતરો છે. ક્રોમ બ્રાઉઝરમાં આ ખામીઓનો લાભ લઈને, સાયબર અપરાધીઓ યુઝર્સના ઉપકરણોનું અકસેસ મેળવી શકે છે અને ડાર્ક વેબ પર તેમની અંગત માહિતી લીક કરી શકે છે. સરકારી એજન્સીએ યુઝર્સને આ સમસ્યા અંગે ચેતવણી આપી છે અને તેમને તેમના વેબ બ્રાઉઝર્સને તાત્કાલિક અપડેટ કરવા જણાવ્યું છે.
સીઇઆરટી–ઇનએ તેની ચેતવણીમાં જણાવ્યું છે કે ગૂગલ ક્રોમના કોડબેઝમાં બે પ્રકારની ભૂલો જોવા મળી છે, જેમાંથી એકમાં અનઇનીસયલાઈઝડ યુઝ અને અનસફીશીયન્ટ ડેટા વેલીડેશન સામેલ છે. આ બંને ભૂલો ખાસ કરીને ગૂગલ ક્રોમના ડેસ્કટોપ યુઝર્સ માટે જોવા મળી છે. વધુમાં, ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પણ આ ભૂલોથી બચવાના ઉપાયો વિશે યુઝર્સને જાણ કરી છે.
સરકારી એજન્સીએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર યુઝર્સ માટે ચેતવણી જારી કરીને કહ્યું છે કે આ ખામીઓને કારણે સાયબર ગુનેગારો યુઝર્સના ડિવાઇસને રિમોટલી એકસેસ કરી શકે છે. ઉપરાંત, ઉપકરણમાં કેટલાક વાયરસ યુકત સોટવેર ઇન્સ્ટોલ થઈ શકે છે, જેના કારણે યુઝર્સને પરિણામ ભોગવવા પડી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech