ભારતના ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે, જેમાં અનેક સુરક્ષાલક્ષી ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રાલયના સહયોગથી ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમએ અહેવાલ આપ્યો છે કે એન્ડ્રોઇડ અને તેના પછીના સોટવેરને અસર થઈ છે. આ ચેતવણીમાં જણાવાયું છે કે આ યુઝર્સ મોટા સાયબર હત્પમલાનો સામનો કરી શકે છે. સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે એન્ડ્રોઇડ પર ઘણી નબળાઈઓ ફ્રેમવર્કમાં રહેલી ભૂલોને કારણે છે, પરંતુ તે ચિપસેટમાં રહેલી ભૂલોને કારણે પણ થઈ શકે છે.
ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે, એન્ડ્રોઇડમાં ઘણી નબળાઈઓ નોંધાઈ છે જેનો ઉપયોગ હત્પમલાખોર દ્રારા સંવેદનશીલ માહિતી મેળવવા, ઉપકરણ પર નિયંત્રણ મેળવવા, મનમાની કોડ એડિટ કરવા અથવા ડિવાઈસ કંટ્રોલ કરવા માટે થઈ શકે છે. આ ચેતવણીને સુરક્ષા મુદ્દાઓમાં સૌથી ગંભીર માનવામાં આવે છે. એજન્સીએ સ્પષ્ટ્ર કયુ છે કે હેકર્સ નબળાઈઓનો ઉપયોગ કરીને ઉપકરણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. ઇલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એન્ડ્રોઇડ ૧૨, એન્ડ્રોઇડ ૧૩, એન્ડ્રોઇડ ૧૪ અને એન્ડ્રોઇડ ૧૫ યુઝર્સને કોઈપણ સંભવિત સાયબર હત્પમલાઓથી બચવા માટે તાત્કાલિક તેમના ઉપકરણો અપડેટ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત, અન્ય સાવચેતીઓ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. જેમકે સોટવેર અપડેટ કરવો, કોઈપણ અજાણી લિંકસ પર કિલક કરવાનું ટાળવું, ફકત ગૂગલ પ્લે સ્ટોર પરથી જ એપ્સ ઇન્સ્ટોલ કરવી, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો વગેરેનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech