સસ્પેન્ડ અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરી દેવાની સરકારની તૈયારી

  • May 30, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મા સર્જાયેલી જરર્ધન્ય ધટનામા સરકાર હવે સાત અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવાની દિશામાં તૈયારીઓ શ કરી છે. દુર્ઘટનામાં સાત વિવિધ સંવર્ગના અધિકારીઓ સામે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમના પ્રાથમિક રિપોર્ટના તારણના આધારે રાય સરકારે ગત સોમવારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યેા હતો. રાજકોટમાં સાડા ત્રણ વર્ષથી રહેણાક વિસ્તારમાં ધમધમી રહેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલી રહેલા ગેમઝોન આખં આડા કાન કરનાર મહાનગરપાલિકા ફાયર સર્વિસ માર્ગ મકાન તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓના ભૂમિકાની તપાસ ચાલી રહી છે તમામ સામે બિન જામીન પાત્ર કલમ હેઠળ કેસ તૈયાર કરવા સીટને સૂચના આપી દેવામાં આવી છે. આ સૂચના બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક કક્ષાના ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના તાબડતોબ ઉઠાવી લેવાયા છે અને અજ્ઞાત સ્થળે લઈ જઈને તપાસ શ કરવામાં આવી છે. દરમિયાન ગઈકાલે ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ સીટના સભ્યો સાથે યોજેલી બેઠકમાં હવે પછીની તપાસનો દાયરો વધારવાનો નિર્ણય કર્યેા હતો પરિણામે અધિકારીઓ સામે તપાસનો સકજો મજબુતી થી કસવામા આવશે.

રાયના અધિક પોલીસ વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સીટ દ્રારા અત્યાર સુધીમાં કરાયેલી તપાસની સમીક્ષા ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલીક હકીકતો ધ્યાનમાં આવી હતી. ખાસ કરીને રહેણાંક ઝોનમાં બનેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં વીજ જોડાણ પણ ગેરકાયદે રીતે મેળવવામાં આવ્યું હતું. એ જ રીતે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી, પરંતુ આ ઘટનાને ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે મેળાપીપણામાં દબાવી દેવામાં આવી હતી. આમ, આ ત્રણ ગંભીર બાબતોને લઈ રાજકોટ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એકિઝકયુટિવ એન્જિનિયર ચૌહાણને તાબડતોબ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઇ જઇ પૂછપરછ શ કરાઇ હતી.
અત્યાર સુધીમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ તેમજ અન્ય બે આઇપીએસ અધિકારીઓની રાજકોટ બહાર બદલી કરી દેવામાં આવી છે. યારે બે ઇન્સ્પેકટર સહિત સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોઈ કારણોસર ન્યાયિક તપાસન કિસ્સામાં કોઇપણ જવાબદાર  છટકી ન શકે એવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાને લઇ અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓની પૂછપરછ અને તેમાં બહાર આવેલી અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કોઇ પદાધિકારીની ભૂમિકા જણાય તો તેમની તપાસ કરવા સીટને છૂટો દોર આપવામાં આવ્યો છે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું હતું કે, તપાસમાં કોઇપણ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અધિકારીની પણ પૂછપરછ કરાશે. તપાસ દરમિયાન જે કોઇની ભૂમિકા જણાશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે.

રાજકોટમાં સાડા ત્રણ વર્ષથી રહેણાંક વિસ્તારમાં ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલી રહેલા ગેમ ઝોન અંગે આખં આડા કાન કરનાર મહાનગરપાલિકા, ફાયર સર્વિસ, માર્ગ અને મકાન તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી તમામ સામે બિન જામીનપાત્ર કલમ હેઠળ કેસ કરવાની પણ આજે સીટને સૂચના આપી દેવામાં આવી છે. આ સૂચના બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા સ્થાનિક ટાઉન પ્લાનિંગ ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એકિઝકયુટિવ એન્જિનિયરને તાબડતોબ ઉઠાવી લઈ અજ્ઞાત સ્થળે પૂછપરછ માટે લઇ ગઇ છે. આ જ રીતે આ તમામ સરકારી અમલદારો સામે આવક કરતાં વધુ સંપત્તિ સંદર્ભે તપાસ કરવા માટે એન્ટિકરપ્શન બ્યૂરો દ્રારા વિવિધ ટીમો બનાવીને તપાસ શ કરી દેવામાં આવી છે. આ તરફ ગુવારે ગાંધીનગર ખાતે સીટ સમક્ષ હાજર થશે

એસીબીની ૫ ટીમ રાજકોટ પહોંચી
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન માં લાગેલી આગ પાછળ જવાબદાર અધિકારીઓ સામે અપ્રમાણ મિલકત સહિતની તપાસ માટે પાંચ ટીમો રાજકોટ મોકલવામાં આવી છે.આવી પ્રવૃત્તિમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું પ્રાથમિક ધ્ષ્ટ્રીએ જણાતા એન્ટી કરપ્શન બ્યૂરોની પાંચ ટીમો રાજકોટ પહોંચી ગઇ છે. ગૃહ રાયમંત્રીની બેઠકમાં પણ એસીબી ઇન્ચાર્જ ડીજીપી સમરશેરસિંગને તત્કાલીક બોલાવાયા હતા અને એમને જરી સૂચનાઓ આપવામાં આવી હતી. અિકાંડમાં જેની ભૂમિકા જણાઇ છે તે અને સંભવિતો સામે તપાસ કરવા અલગ અલગ પાંચ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ટીમો દવારા સસ્પેન્ડેડ અને અટકાયત કરાયેલા દસ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામા આવી રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application