ગોંડલમાં ખીમોરી તળાવ પાસે આવેલી કરોડોની કિંમત ની જમીન માં મહેસુલ વિભાગ નાં ભ્રષ્ટ અધિકારીઓ તથા ભુ માફીયાઓની મીલીભગતથી કૌભાંડ આચરી સબ ભુમી ગોપાલકી થયાની સનસનીખેજ રજુઆત ગોંડલનાં જાગૃત નાગરિક પિયુષ રાદડીયા દ્રારા જીલ્લ કલેકટરને કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુંદાળારોડ પર આવેલા બાલાજી કોમ્પ્લેક્ષ સહિતની જમીનમાં પણ આવુ કૌભાંડ આચરાયાનું રજુઆતમાં જણાવાયું છે.
પિયુષ રાદડીયા એ કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવાયું કે વર્ષેા પહેલા ગોંડલ શહેરના વિભાગ ન.૬ ના રે.સ.ન.૪૪૭ પૈકિ ર તથા ૪૪૭ પૈકી ૩ તથા ૪૪૭ પૈકી ૪ની ખીમુસરી તળાવ પાસે સરકારી જમીન દેવીપૂજક સમાજના પોપટ રાયમલ દેવીપુજક તથા ગોપાલ પોપટ તથા રવજી પોપટને માત્ર શાકભાજી વાળા માટે નવી અને અવિભાય શરતથી આપવામાં આવી હતી. વર્ષેા બાદ તળાવના કાંઠે આવેલી આ જમીન કીમતી થઈ ગઈ હતી. આ કીમતી જમીન પર જમીન માફીયાઓનો ડોળો પડો હતો. મહેસુલ વિભાગના ભ્રષ્ટ્ર્રાચારી તત્રં દ્રારા બિલ્ડર લોબીઓને ફાયદા માટે રોજકામ કરવામાં આવ્યું હતું. આ જમીનમાં સરકાર દાખલ થયેલ હતી. જેમાં જિલ્લ ા કલેકટર દ્રારા રહેમરાહે ફરી પછી જમીન ખેતી કરી રોજગારી માટે આપેલ હતી. પરંતુ લાભાર્થી પરિવારોએ જમીન રોજગારી અને કુટુંબનું પાલન પોષણ કરવાને બદલે વેંચી દીધી હતી. ફરિયાદમાં વધુ જણાવાયું કે આ જમીન મૂળ ખાતેદારના કુટુંબના ભરણ પોષણ માટે ફરી રી ગ્રાન્ટ કરેલ હતી. જેની શરતભગં કરીને લાભાર્થી પરિવારે વેચી નાખી છે. આ સરકારની અત્યતં કિંમતી જમીન પર ભૂ–મફિયાઓના બદઈરાદો પાર પડે તે પહેલા ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં બિન ખેતી હત્પકમ રદ કરવાની માંગણી કરી છે. જામીન ખીમુસરી તળાવની નજીકની હોવા છતા કૌભાંડીઓએ જમીનનું પ્રીમીયમ ભયુ હતું. જમીન મૂળ ખીમુસરી તળાવની હોવા છતાં રાજકોટ ડીએલએલઆર કચેરીના ભ્રષ્ટ્ર અધિકારીઓ દ્રારા માપી આપી હત્પકમ કરેલ છે. તેની અત્યતં જીણવટ ભરી તપાસ કરવા સાથે જમીન પર થતું બાંધકામ તાત્કાલિક બધં કરાવા અરજ કરાઈ છે. જમીનમાં તાત્કાલિક શ્રી સરકાર દાખલ કરી તાત્કાલિક બાંધકામ બધં કરાવવા અપીલ કરાઈ છે.
આવું બીજુ કૌભાડ ગોંડલના ભાગ ૪ ગુંદાળારોડ પર મૂળ ગુંદાળા ગામના અને હાલ વિદેશ સ્થાઈ થયેલા કોઈ આર.આઈ. આર.ની જમીનમાં કરાયું છે. જે જમીનમાં કોઈ પૈકી ભાગ પડો ન હોવા છતાં ખીમોરી તળાવના કાંઠે માલધારીઓના તબેલા ખાલી કરાવી અને હાલ ત્યાં આવી કોઈ પણ જમીન ન હોવા છતાં માપણી માટે તજવીજ ચાલુ છે. જે ગુંદાળા ગામના ઈંટ ભઠ્ઠા વાળાઓના ભઠ્ઠાને ખાલી કરાવી હોવાનું લોક ચર્ચામાં છે તેની પણ તપાસ કરવા અરજ છે.વધુ માં પીયુશ રાદડીયા એ જણાવ્યું કે ભુમાફીયાઓ દ્રારા બાલાજી મોલ,તીમાલા નામનું મોટુ કોમ્પ્લેક્ષ ઉભુ કરી દેવાયુછે.બાલાજી મોલમાં સિનેમા પણ ઉભુ કરી દેવાયુછે.અને સિનેમા નજીક બાલાજી પાર્ક નામની સોસાયટી પણ ખડકી દેવાઇ છે. કલેકટર માં કરાયેલ ફરિયાદ નાં પગલે ચકચાર જાગીછે.જો તપાસ થાય તો અધિકારીઓ તથા કેટલાક મોટામાથાઓ સુધી તપાસ નો રેલો પંહોચે તેવી શકયતાઓ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech