છેલ્લ ા ૧૫ દિવસથી ગુજરાતના પંચાયતી સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને આંદોલન ચલાવી રહ્યા છે જેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે સ્પષ્ટ્ર કહ્યું છે કે આરોગ્ય વિષયક બાબત હોવાથી મંજૂરી વગર આંદોલન કરવા સામે એસ્માં લાગુ કરવામા આવ્યો છે એમ છતાં હજુ પાંચેક હજાર જેટલા કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થયા નથી આવતી કાલે સુધીમાં તમામ ને હાજર થવા માટેનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આમ છતાં જે કોઈ હાજર નહીં થાય તેમની સામે શું પગલાં લેવાશે તે કહી શકાશે નહીં.
છેલ્લ ા બે સાહથી ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓના આંદોલન કરતાઓના નેતાઓ સાથે વાટાઘાટો બાદ ૧૦ થી ૧૨ હજાર કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થયા છે આમ ભાગલા છતાં પાંચેક હજાર જેટલા આંદોલનકારી નેતાઓના વિશ્વાસે હજુ મોરચો માંડીને બેઠા છે.
કર્મચારીઓના આંદોલન સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આંદોલન કર્મચારીઓની મુખ્ય માગણી પે ગ્રેડ સુધારવાની છે આ પે ગ્રેડ કોઈ એક વિભાગ પૂરતો સીમિત નથી લગભગ સાત કેડરને અસર કરતા છે એક જ વિભાગના વધારો કરવામાં આવે તેવી માગણી તત્કાળ સ્વીકારી શકાય નહીં સરકારી યોગ્ય સમયે વિચારશે પરંતુ હાલ તો તેમને સરકાર સાથેની વાટઘાટો ના આધારે ફરજ પર પુન: હાજર થવું પડશે.
એક અંદાજ મુજબ અત્યારે પાંચેક હજાર જેટલા કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે.તેમના જિલ્લ ા પ્રમુખ સાથે વાતચીત કરી અને આ તમામ લોકોને આંદોલન ના બદલે નોકરી પર પરત જવા વાતચીત શ કરવામાં આવી છે હાલ જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમના પ્રત્યે સહાનુભૂતિ પૂર્વક વિચારવામાં આવશે પરંતુ ત્રીજી એપ્રિલ પછી જે હાજર થશે એ અંગે કઈં કહી શકાય તેમ નથી.
અહીં નોંધવું જરી છે કે આરોગ્ય કર્મચારીઓએ ૧૭ માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ શ કરી છે તેમની મુખ્ય માંગણી ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવા ખાતાકીય પરીક્ષા રદ કરવા નો છે સરકારે એસ્મા લાગુ કર્યેા હોવા છતાં સરકારી કર્મચારીઓ અડગ રહ્યા છે સરકારે હડતાળ સમેટવા બાબતે અનેક વખત સમજાવ્યા છે પરંતુ પાંચેક હજાર જેટલા કર્મચારીઓએ હડતાળ યથાવત રાખી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech