ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની ૨૦૨૨– ૨૩ માં પરીક્ષા આપનાર અને તેમાં ઉતર્ણ થયેલા ઉમેદવારોને આખરે સરકારે નોકરી આપી છે. ગુજરાતમાં માર્ગ મકાન વિભાગમાં મદદનીશ સિવિલ એન્જિનિયરોની ઢગલાબધં જગ્યાઓ ખાલી છે. તે ભરવા માટે સરકારે જીપીએસસીની ૨૦૨૨–૨૩ ની પરીક્ષાના પરિણામોની ફાઈલ પરથી ધુળ ખંખેરીને ૭૩ ઈજનેરોને નોકરીના ઓર્ડર કર્યા છે અને ડિટેઇલ પોસ્ટિંગ પણ કરી દીધા છે.
ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્રારા આ અંગે કરવામાં આવેલી જાહેરાત મુજબ ૭૩ માંથી ૨૫ મદદનીશ સિવિલ એન્જિનિયરોને સૌરાષ્ટ્ર્ર કચ્છમાં નિમણૂકો આપવામાં આવી છે.
રાજકોટમાં તુષાર દોગા વેરાવળમાં પ્રદીપ વેકરીયા પાલીતાણામાં શુભમ ચૌહાણ લીંબડીમાં અક્ષય પરમાર પોરબંદરમાં મહેશ પરમાર રાણપુરમાં નિલય સાબવા પાલીતાણામાં યશરાજસિંહ જાડેજા મહત્પવામાં રાહત્પલગીરી ગોસાઈ દ્રારકામાં રામભાઈ ભાટુ જુનાગઢમાં યશ રામોલિયા રાજકોટમાં યશ કરંગીયા લીંબડીમાં દેવાંગ જાદવ અમરેલીમાં વિશાલ જોગાણી બોટાદમાં જયકુમાર ગરાછ રાજુલામાં કેવલ વિરડીયા જામનગરમાં હર્ષરાજસિંહ રાઠોડ અમરેલીમાં રવિ કુમાર મેવાડા જૂનાગઢમાં વિક્રમ ભાદરકા જામનગરમાં જયેશ કરમુર અમરેલીમાં અલ્પેશ મકવાણા કોડીનારમાં વિરલ જોશી ગીર સોમનાથ જિલ્લામાં કિરણ મકવાણા રાજકોટમાં આકાશ બોરીચા ભુજમાં કોમલ જોશી અને જામનગરમાં કાજલબેન ઓડેદરાને પોસ્ટિંગ અપાયું છે.
જેમને નિમણૂકો આપવામાં આવી છે તેમણે એક મહિનાની સમય મર્યાદામાં દર્શાવેલ સ્થળે હાજર થવાનું રહેશે અને જો તેમ નહીં થાય તો આવા ઉમેદવારને નોકરીમાં ઈચ્છા નથી તેમ માનીને તેના સ્થાને અન્યની નિમણૂક કરવામાં આવશે. તમામ ઇજનેરોને બે વર્ષના અજમાયાથી ધોરણે નિમણૂક આપવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન તેમણે પિયા ૪૪,૯૦૦ પગાર પેટે ચૂકવવામાં આવશે. બે વર્ષનો પ્રોબેશન પિરિયડ પૂરો થયા પછી સરકારને જો યોગ્ય જણાશે તો તેમને કાયમી કરવામાં આવશે. પગાર ઉપરાંત કોઈ ઇન્ક્રીમેન્ટ બે વર્ષ દરમિયાન નહીં મળે પરંતુ વર્ગ ૨ ના અધિકારીઓને મળતા મુસાફરી ભથ્થા ઘરભાડા ભથ્થા વગેરે મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech