સમગ્ર દેશમાં કોરોના કાળથી સસ્તા અનાજની દુકાનો માં જરિયાત મદં ગરીબી રેખા નીચેના લોકોને મફત માં અનાજનો જથ્થો સરકાર દ્રારા આપવામાં આવે છે. હાલ અનેક લોકો આ જથ્થો સસ્તા અનાજની દુકાનો માંથી લઇ ને બહાર વેંચતા હોવાની સુત્રોમાંથી માહિતી સાંભળવા મળતી હોય છે. વડિયાના ઢોળવા નાકા વિસ્તારમાંથી ઇકો કારમાં અનાજનો જથ્થો પસાર થવાની બાતમી મળતા ત્યાં તપાસ કરતા ત્યાંથી પસાર થતી ઇકો કાર જીજે૬ કેપી ૮૮૩૬ ને રોકાવી તપાસ કરતા એ કારમાંથી ઘઉં અને ચોખા નો જથ્થો મળી આવતા કાર ચાલાક રફીક ભીખુભાઇ વાડુકડા પાસે તેનું બિલ માંગતા આ જથ્થો કયાંથી લાવ્યા અને કયાં લઇ જવાનો છે તેની પૂછ પરછ ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્રારા કરવામાં આવતા કોઈ જવાબ ના મળતા આ અનાજનો જથ્થો જેમા ૪૧૧કિલો ઘઉં અને ૭૪કિલો ચોખા અને વજન કાટો સહીત નો માલસામાન અનાજ ના પુરવઠા ગોડાઉન માં જયારે કાર અને કાર ચાલક રફીક ભીખુભાઇ નામના વ્યકિતને વડિયા પોલીસને સોંપી તેમની વિદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડમાં વડિયા પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને દીપકભાઈ મકવાણા દ્રારા કુલ પિયા ૧,૮૭,૦૪૭.૮૦ નો મુદામાલ ઝડપ્યો હતો. વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોર્પોરેશનના આવાસ મેળવવા પડાપડી ૧૮૧ આવાસો માટે ૩૫૪૮ અરજી આવી
May 17, 2025 03:26 PMકુખ્યાત અજય પરસોંડાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું
May 17, 2025 03:24 PMટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ: ૬૬ હજારનો મુદામાલ કબજે
May 17, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech