ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ અને કમી કરવાની સત્તા સહકારી બેન્કોને આપતી સરકાર

  • January 07, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્રારા સહકારી મંડળીને વિશે સત્તાઓ આપવામાં આવી છે રાયની સહકારી બેંકો ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્રારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ કરવાની અને કમી કરવાની સત્તા હવે બેંક પાસે રહેશે. આમ ધિરાણનો બોજો બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે.આ માટે રાયની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો નિર્ણય કર્યેા છે.
રાયની તમામ સહકારી બેંકોને ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્રારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરી શકે તે માટે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યેા છે. નિર્ણયથી ખેડૂતોને ગામ નમૂના નંબર–૬માં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણ ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરાવવા માટે ઈ– ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી લાંબા થવુ નહી પડે. ધિરાણનો બોજો બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે.
મહેસૂલ વિભાગના સંયુકત સચિવ રીનીશ ભટ્ટની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં ઉપરોકત નિર્ણય કરવામાં આવ્યો છે. ઠરાવમાં કહેવાયુ છે કે, ઈ–ધરા અંતગર્ત ગામ નમૂના નંબર–૬ (હક્કપત્રક)માં બોજા દાખલ અને બોજા કમીની ફેરફારની નોંધ બેંક દ્રારા દાખલ કરવા માટે સુપર એડમીન ક્રિએટ કરવા બાબતે સુપર એડમીન પાસવર્ડ મેળવવા સહકારી બેંકોના પ્રોજેકટ ઓફિસર એસએમસીને અધિકૃત કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ગતવર્ષે ઓકટોબર– ૨૦૨૩માં પંચમહાલના કલેકટરે વિભાગ સમક્ષ પંચમહાલ જિલ્લા સહકારી બેંક લિમિટેડની એફિલિએટેડ ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ દ્રારા ખેડૂતોને મળતા કૃષિ– વિષયક ધિરાણના બોજા દાખલ કે મુકિતની નોંધ પાડવાની સત્તા પંચમહાલ જિલ્લા સહકારી બેંક લિમિટેડને આપવા માર્ગદર્શન માંગ્યુ હતુ. સરકારે પુખ્ત વિચારણાને અંતે આ પ્રકારના ધિરાણની સ્થિતિમાં રાયની તમામ સહકારી બેંક સંલ ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓ દ્રારા આપવામાં આવતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરવાની નોંધ, ગામ નમૂના નંબર– ૬(હક્કપત્રક)માં પાડવા માટે રાયની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો નિર્ણય કર્યેા છે.
આ નિર્ણયથી તમામ સહકારી બેંકો સંલ ખેતી વિષયક સેવા મંડળીઓનું ઓથોરાઈઝેશન મેળવીને જે તે સભાસદની જમીનમાં સંલ ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના નામ સાથેનો બોજો દાખલ તેમજ યથા પ્રસંગે બોજા કમી થાય તે અંગે તકેદારી રાખવી પડશે. હવે ખેડૂતોને આ પ્રક્રિયા માટે ઈ–ધરા કેન્દ્ર સુધી જવા થી મુકિત મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application