ગુજરાત રાજ્યના વર્તમાન ચોમાસા દરમિયાન 140% થી વધુ વરસાદ પડવાના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજને લઈને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે જેમાં સરકારે ખેડૂતોને 10000 કરોડનું પેકેજ આપ્યું હોત તો ખેડૂત અને ખેતીને બચાવી શક્યા હોત ઉદ્યોગપતિઓના 30 લાખ કરોડ માફ કયર્િ પણ ખેડૂતો પ્રતિ ઓરમાયો વર્તન કેમ? તેવા વેધક સવાલો સરકારને કયર્િ હતા.
ચાલુ વર્ષે કુદરત રૂઠી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને એક લાખ કરોડ જેટલા નુકસાન સામે નજીવી સહાયના નામે મોટી જાહેરાતનો ઢોલ પિટતી ભાજપ સરકારે પાંચ-પંદર હજાર સહાય જાહેર કરી ખેડૂતોની મજાક કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે. તેમણે ખેડૂતોના મુશ્કેલ સમયમાં મળવા પાત્ર યોગ્ય વળતર આપવા અને પાક ધિરાણ સામે કોઈ ઉપજ નથી ત્યારે પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માગ કરી છે.
રાજ્ય સરકારના સહાય પેકેજની જાહેરાત અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે, રાજ્યમાં પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત, તેમના સપ્ના, અરમાન પર પાણી ફેરવી નાખ્યું છે ત્યારે સરકાર પણ જાણે ખેડૂતોથી વિમુખ થઈ ગઈ હોય એ રીતે સરકારે ઉદાર હાથે જગતના તાતને ઉગારવા મદદ કરવી જોઈતી હતી, પરંતુ ખેડૂતોની મુશ્કેલી સમયે સરકારે મોઢું ફેરવી લીધું છે. જગતના તાતને નુકસાન અનેક ઘણું થયું છે ત્યારે ખેડૂત અને ખેતીને બચાવવા સરકાર 10,000 કરોડનું પેકેજ આપ્યું હોત તો ખેડૂત-ખેતીને બચાવી શકાત. ઉદ્યોગપતિઓના 30 લાખ કરોડ રૂપિયા માફ કરનારી ભાજપ સરકાર ખેડૂતો પ્રત્યે દરેક વખતે કેમ ઓરમાયું વર્તન રાખે છે? તેવો સવાલ કરતા તેમણે કહ્યું કે, અતિવૃષ્ટિ-કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. ખેડૂતો રાતે પાણીએ રોઈ રહ્યા છે. ખેડૂતોની આવી દયનિય સ્થિતિ હોવા છતાં ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચતી નથી કે સરકાર સાંભળવા માગતી નથી.
ગુજરાતમાં ખેડૂતોને કુદરતી આપત્તિ સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં નથી. 140% થી વધારે વરસાદ હોવા છતાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરતા નથી. અમે ખેડૂતોનો હક્ક માગીએ છીએ, ભીખ માગી રહ્યા નથી. ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 30 લાખ કરોડ માફ કયર્િ છે તો ખેડૂતોનું દેવું માફ શા માટે કરવામાં આવતું નથી અને 104 તાલુકામાં નિયમોનુસાર લીલો દુષ્કાળ જાહેર થવા પાત્ર હોવા છતાં સરકાર લીલો દુષ્કાળ જાહેર કરતી નથી.આમ કરી સરકાર ખેડુતોને મળવા પાત્ર સહાયથી વંચિત રાખવાની દિશામા પ્રયાસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech