રાજકોટ જિલ્લ ાના ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ સર્વે નં.૧૮ની સરકારી ગૌચર જમીન પર ગામના તેમજ અન્ય ઈસમોએ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી કરેલા ખેતી તેમજ અન્ય દબાણો પર આજે કલેકટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ખેતીના તેમજ અન્ય કાચા, પાકા બાંધકામો દુર કરી અંદાજે ૯૦ કરોડની ૧૦૦૦ વિઘાથી વધુ ગૌચર જમીન ખુલ્લી કરાશે. ઓપરેશન આવતીકાલે પણ ચાલે તેવી સંભાવના છે.
દબાણ હટાવવા સંબંધે કલેકટર પ્રભવ જોષીના જણાવ્યા મુજબ હાડાફોડી ગામની ગૌચર જમીન નગરપાલિકા હસ્તક હોવાથી આ જમીન પર હાડફોડી તેમજ આસપાસના ગામના માથાભારે ઈસમો દ્રારા ખેતી કરાતી હોવાની અને દબાણો થયા હોવાથી ગૌચર માટે જમીન ઉપલબ્ધ રહી નહીં. આ બાબતે ગૌશાળાના ટ્રસ્ટીઓ, જીવદયાપ્રેમીઓ દ્રારા વારંવાર નગરપાલિકાના સંબંધીતોને ગૌચરની જમીનો પરથી દબાણો દુર કરાવવા ધ્યાન દોરાતું હતું. આમ છતાં કોઈ ઠોંસ કામગીરી થતી ન હતી.
ગૌશાળાને ગૌચર જમીનમાંથી ઘાસચારો મળતો ન હતો. કલેકટર સુધી દબાણ સંદર્ભે રજુઆત પહોંચી હતી. કલેકટરે ધોરાજી પ્રાંતને તપાસ કરવા અને દબાણો દુર કરવા આદેશ કર્યા હતા. સાથે પ્રાંત તરખાલાના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ચીફ ઓફિસર અન્ય અધિકારીઓ, પોલીસનો બંદોબસ્ત મળી ૧૦૦થી વધુનો કાફલો દબાણવાળી સર્વે નં.૧૮ની જમીન પર બુલડોઝરો સાથે પહોંચી ગયો હતો. સવારથી જ ઓપરેશન હાથ ધરાયું હતું. વાવેતર ઉપરાંત વાડી, ખેતરોમાં ઉભી કરાયેલી નાની ઓરડી, આવા બાંધકામો પાળાઓ પર જેસીબી ફેરવી દેવાયું હતું. અંદાજે ૨૦૦ હેકટર જેટલી ૯૦ કરોડની કિંમતની જમીન ખુલી કરાવાઈ હતી. એકસાથે ગૌચરની મોટી જમીન ખુલી થતાં જીવદયાપ્રેમીઓએ કલેકટર તંત્રની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech