રાજકોટ જિલ્લા પંચાયતને સરકારે ફાળવ્યા 200થી વધુ તલાટી કમ મંત્રી અને 50 કલાર્ક

  • November 01, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી તલાટી કમ મંત્રીઓ અને જુનિયર ક્લાર્ક ની સંખ્યાબંધ જગ્યાઓ સરકારે ભરી દીધી છે અને જિલ્લા પંચાયતને 200 થી વધુ તલાટી કમ મંત્રી અને 50થી વધુ જુનિયર ક્લાર્ક ફાળવ્યા છે.


સરકારે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીઓની ફાળવણી કર્યા બાદ આજે તમામને ડીટેલ પોસ્ટિંગના ઓર્ડર આપવામાં આવ્યા હતા. નિમણૂક દરમિયાન પસંદગીના સ્થળ માટે છેલ્લા કેટલાક દિવસોથી ભારે લોબિંગ ચાલતું હતું પરંતુ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આજે સવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં ઓપ્નહાઉસ કાર્યક્રમ યોજીને મેરીટ મુજબ જે તે ઉમેદવારને તેમની પસંદગી મુજબના સ્થળ ફાળવીને ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતની જુદી જુદી શાખામાં ફરજ માટેના ઓર્ડર ઇસ્યુ કર્યા હતા.


ડીટેલ ઓર્ડર દરમિયાન પારદર્શિતા પુરેપુરી જળવાઈ રહે તે માટે ઓનલાઈન મેરીટ મુજબ સ્થળ પસંદગીના ઓપ્ન હાઉસના કાર્યક્રમમાં મીડિયા સહિત તમામને એન્ટ્રી આપવામાં આવી હતી અને તેમની હાજરીમાં જ સ્થળ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓ અને જુનિયર ક્લાર્કની ઘણી બધી જગ્યાઓ ખાલી હતી તે ભરવા માટે છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ગાંધીનગરમાં સતત રજૂઆત કરવામાં આવી હતી. આખરે આ રજૂઆત મુજબ મોટી સંખ્યામાં કર્મચારીઓ ફાળવતા હવે હાલના કર્મચારીઓ પાસેનો વર્ક લોડ ઓછો થશે અને કામગીરીમાં વધુ ઝડપ આવશે તેવી આશા રાખવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application