ગોપાલ નમકીનમાં આગ સાથે ૧૩.૭૬ કરોડની નોટિસ ચર્ચામાં

  • December 12, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નજીક કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસીમાં ૧૨ વિઘા જેવા ક્ષેત્રફળમાં પથરાયેલી ગોપાલ નમકીન નામની ખાધ ચીજો બનાવતી ફેકટરીમાં ગઈકાલે બપોરે ભભુકેલી ભીષણ આગ મધરાત બાદ કાબુમાં આવી હતી. અંદર ૪૦૦ જેટલા કર્મચારી કામ કરે છે. સદનસીબે કોઈ દાઝયા નહીં કે, જાનહાની ન થતાં ફેકટરી સંચાલકોથી લઈ તત્રં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. ફેકટરીને જીએસટીના ૧૩.૭૬ કરોડ રૂપિયા ભરવાની નોટિસ મળ્યાના બે દિવસ બાદ જ ફેકટરી આગમાં ભસ્મીભૂત થઈ જતાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ગોપાલ નમકીનમાં આગ લાગતા આરંભે ત્યાં જ સ્થાનિક લેવલે કાબુમાં લેવા પ્રયાસ થયો હતો. પ્રોડકશન યુનીટમાં શોર્ટ સર્કીટથી આગ લાગ્યા બાદ પ્લાસ્ટીક અન્ય વસ્તુઓ તેમજ તૈલી પદાર્થ કે તૈલી મશીનરીના કારણે આગે ક્ષણભરમાં વરવું રૂપ લઈ લીધું હતું. રાજકોટ ફાયર બ્રિગેડ દ્રારા મેજર કોલ આધારે રાજકોટથી પાંચ ઉપરાંત મોરબી, શાપર, જામનગરથી પણ ફાયર ફાયટરો ગોપાલ નમકીન ખાતે પહોંચ્યા હતા.
રાજકોટ ફાયર બિગ્રેડ ટીમે સ્થળ પર પહોંચી ફેકટરીમાં રહેલી ઓઈલ (તેલ)ની ટેંકો પાસે જ ફાયર ફાઈટર ગોઠવી દીધા હતા. આ તેલની હજારો લીટરની ટેંકો બચાવી લેવાઈ હતી. જો આ ટેંકમાં આગ પહોંચી હોત તો બ્લાસ્ટ સાથે ફેકટરી આખી આગનો ગોળો બની જાત અને કદાચીત અણધારી જીવહાની નધાર્યા જેવી અઘટીત ઘટના આસપાસની અન્ય ફેકટરી પણ લપેટમાં આવવાની ભીતિ હતી.
આઠ ફાયર ફાઈટરો મોટા સ્ટાફ દ્રારા સતત પાણીમારો લીકવીડ ફોર્મ મારો ચલાવાયો હતો. પ્લાસ્ટીક તેમજ ખાધ ચીજોનો જથ્થો હોવાથી આગ વધુને વધુ તેજ બની રહી હતી. મોડીરાત સુધી અંદાજે અઢી લાખ લીટરથી વધુ પાણીનો મારો કરીને આગ કાબુમાં લેવાઈ હતી. બાર કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જો કે, વહેલી સવાર સુધી ધુમાડો તો કેયાંક કયાંક નીકળતા રહ્યા હતા. આગ કાબુમાં આવ્યા બાદ પણ આજે બે ફાયર ફાઈટર ફેકટરી ખાતે સ્ટેન્ડ બાય રખાયા હતા.
ફેકટરીમાં બુધવારના બદલે રવિવારે રજા રખાય છે જેથી કાલે રનીંગ ડે હતો. અંદાજે મહિલા, પુરૂષો મળી પ્રોડકશન પેકીંગ સહિતના યુનીટમાં ૪૦૦ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. બધાને ફટાફટ બહાર કાઢી લેવાયા હતા. ભાગાભાગીમાં ચાર પાંચ કર્મચારી પડી જતાં સામાન્ય ઈજા થઈ હતી. જો કે, કોઈને આગમાં દાઝયો કે, જાનહાની જેવી કોઈ અઘટીત ઘટના બની ન હતી. એક તબકકે આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, પાંચ કિલોમીટર સુધી આગના લબકારા અને ધુમડાના ગોટેગોટા દેખાતા હતા.
આગમાં ધુમાડાને લઈને આસપાસના ગામમાં લોકોની આંખોમાં પણ બળતરા થવા લાગી હતી. આગની સાથે એવી પણ માહિતી બહાર આવી છે કે, સીજીએસટીની ટીમ દ્રારા થોડા વખત પુર્વે ગોપાલ નમકીનમાં તપાસ કરાઈ હતી જેમાં ખરીદ, વેચાણ ટર્નઓવર સહિતના હિસાબ કિતાબ ચેક કરાતા ૧૩.૭૬ કરોડ રૂપિયા ટેકસ પેટે ન ભરાયાનું બહાર આવ્યંું હતું અને જે અંગે બે, ત્રણ દિવસ પુર્વે જ ટેકસ ભરવાની નોટિસ અપાઈ હતી.
કરોડોનો ટેકસ બાકી હોવાની નોટિસ મળ્યાના કલાકો બાદ જ ફેકટરી ભસ્મીભૂત થઈ જતાં નોટિસનો મુદ્દો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફેકટરીના કરોડોનો વિમો હોવાનું હવે પોલીસ દ્રારા આગ સંબંધે તપાસ ચલાવાઈ રહી છે. ઈન્સ્યુરન્સ કંપની દ્રારા પણ નુકસાનીનો ચોકકસ આકં જાણવાથી લઈ સર્વે ઈન્વેસ્ટીગેશન સુધીની કાર્યવાહી હાથ ધરાશે. ગોપાલ નમકીનમાંથી થોડા વખત પુર્વે એક ભાઈએ બામણબોર તરફ ગોકુલ નમકીન નામે અલગ યુનીટ ફેકટરી ચાલુ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application