રાજકોટમાં ગુંડારાજ...પોલીસે જાહેરમાં પાર્ટી કરતા અટકાવતા થઇ મોટી બબાલ, 9 વિરુદ્ધ ફરિયાદ

  • February 12, 2023 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં દિવસેને દિવસે આવારા તત્વો આતંક વધી રહ્યો છે. ત્યારે  શહેરમાં જાહેરમાં પાર્ટીને રોકવા જતા ઘર્ષણ થયો હોવાની ઘટના સામે આવી છે. યુવકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હતા. પોલીસે જાહેરમાં ઉજવણી કરતા અટકાવતા ઘર્ષણ થયું હતું. સાથે જ કેટલાક યુવકો નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ છે. આ મામલે માલવિયાનગર પોલીસે 9 સામે ફરિયાદ નોંધી છે.


આ બનાવ રાજકોટના સ્વામીનારાયણ ચોક પર બન્યો હતો. જ્યાં કેટલાક યુવકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસે જાહેરમાં ઉજવણી કરતાં અટકાવતાં ઘર્ષણની ઘટના બની હતી. જે પોલીસે 9 સામે ફરિયાદ નોંધી છે. મારામારી, ટોળાનો પોલીસ પર હુમલાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વિશાલ જોશી, નયનાબેન જોશી, મિતાલીબેન જોશી, દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બોળીયા, પ્રતીક માંલમ નામના લોકો સામે ફરિયાદ નોંધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application