એઆઈ સંચાલિત સર્ચ એન્જિન પર ફી વસૂલવાની ગૂગલની તૈયારી

  • April 04, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એઆઈ–સંચાલિત સર્ચ એન્જિન પર ગૂગલ ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. જો કે ગૂગલનું પરંપરાગત સર્ચ એન્જિન પહેલાની જેમ ફ્રી રહેશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. તેના પર સર્ચ રિઝલ્ટની સાથે સબસ્ક્રાઇબર્સને એડ પણ જોવા મળશે.અત્યારે એઆઈ નો જમાનો છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી અસ્પૃશ્ય હોય. ગૂગલે વર્ષ ૨૦૨૩, ઓગસ્ટમાં ભારતમાં તેનું એઆઈ–સંચાલિત સર્ચ એન્જિન લોન્ચ કયુ હતું, જેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ફી લેવામાં આવી ન હતી. ચાર્જ કરવામાં આવે છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે ગૂગલ આ સુવિધા માટે ફી વસૂલવાનું વિચારી રહ્યું છે.એક એજન્સીના અહેવાલ મુજબ આલ્ફાબેટનું ગૂગલ તેના સામાન્ય એઆઈ–સંચાલિત સર્ચ એન્જિન પર પ્રીમિયમ સુવિધાઓ માટે ચાર્જ લેવાનું વિચારી રહ્યું છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાયન્ટ ટેક કંપની ગૂગલ ઘણા વિકલ્પો પર વિચાર કરી રહી છે, જેમાં પ્રીમિયમ મેમ્બરશિપ સર્વિસમાં એઆઈ –સંચાલિત સર્ચ સુવિધાઓ પણ સામેલ છે. ગૂગલ ના એઆઈ ટૂલ જેમિનીની અકસેસ જીમેલ અને ડોકસમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. માહિતી અનુસાર, વિસ્તૃત બિઝનેસમાં આલ્ફાબેટના શેરમાં લગભગ ૧%નો ઘટાડો થયો છે. હવે ગૂગલ તેના એઆઈ સંચાલિત સર્ચ એન્જિનની પ્રીમિયમ સેવાઓ માટે ચાર્જ લેવાની તૈયારી કરી રહ્યું છે. વાસ્તવમાં ગૂગલ ઝડપથી આગળ વધી રહેલા એઆઈ ક્ષેત્રમાં તેની પકડ સ્થાપિત કરવા માંગે છે,હવે ગૂગલ તેના એઆઈ સંચાલિત સર્ચ એન્જિનની પ્રીમિયમ સેવાઓ માટે ચાર્જ લેવાની તૈયારી કરી રહ્યું છે. યારે વિશાળ ટેક કંપનીનું આ પગલું તેના મુખ્ય ઉત્પાદનોમાંથી એકને પેવોલ પાછળ મૂકવાની પ્રથમ તક હશે.


પરંપરાગત સર્ચ એન્જિન પર કોઈ ફી વસૂલશે નહીં
રિપોર્ટ અનુસાર ગૂગલનું પરંપરાગત સર્ચ એન્જિન પહેલાની જેમ ફ્રી રહેશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. તેના પર સર્ચ રિઝલ્ટની સાથે સબસ્ક્રાઇબર્સને એડ પણ જોવા મળશે. ગૂગલે ન્યૂઝ એજન્સીને ઈમેલમાં જણાવ્યું હતું કે, અમે જાહેરાત–મુકત શોધ અનુભવ પર કામ નથી કરી રહ્યા અને ન તો અમે વિચારી રહ્યા છીએ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application