ભારતમાં ગુગલની સૌથી મોટી ઓફિસ અનંતનું લોન્ચિંગ

  • February 20, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુગલે ભારતમાં તેના સૌથી મોટા કેમ્પસનું લોન્ચિંગ કર્યું. આ કેમ્પસનું નામ અનંત છે, જે વિશ્વભરમાં ગુગલના સૌથી મોટા કેમ્પસમાંનું એક છે. આ કેમ્પસ બેંગલુરુના મહાદેવપુરામાં આવેલો છે. ગુગલના અનંતમાં 5000 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. આ બનાવવા માટે ગૂગલે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કર્યો છે.


ગુગલનું આ કેમ્પસ ભારતમાં તેની હાજરી અને ભારત માટેની તેની તૈયારી દર્શાવે છે. અનંત વિવિધ ગુગલ સેવાઓમાં કાર્યરત ટીમોને ટેકો આપવા માટે રચાયેલ છે. હાલમાં, ગુગલ ઇન્ડિયામાં 10 હજારથી વધુ કર્મચારીઓ વિવિધ સ્થળોએ કામ કરે છે.


વિશ્વભરની ઘણી કંપનીઓ માટે ભારત એક મોટું અને મહત્વપૂર્ણ બજાર છે. આ જ કારણ છે કે ગૂગલ પણ ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. કંપનીએ ગયા વર્ષથી ભારતમાં તેના સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીએ ઓફલાઇન હાજરી માટે ઘણી કંપનીઓ સાથે પણ હાથ મિલાવ્યા છે.



ગુગલનું અનંત કેમ્પસ ૧૬ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં ૫૦૦૦ કર્મચારીઓની બેઠક ક્ષમતા છે. ગૂગલની એન્ડ્રોઇડ, સર્ચ, પે, ક્લાઉડ, મેપ્સ, પ્લે અને ડીપમાઇન્ડ સહિતની અન્ય ટીમો તેમના નવા ઓફિસમાંથી કામ કરી શકશે. ગુગલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર પ્રીતિ લોબાનાએ જણાવ્યું હતું કે, બેંગલુરુમાં નવું અનંત કેમ્પસ અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.


ગુગલ કહે છે કે અનંતને ફોકસ્ડ વર્ક માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો લેઆઉટ શહેર જેવો છે, જે તેને નેવિગેટ કરવાનું સરળ બનાવે છે. અહીં પ્રાઈવસી માટે નાના બૂથ આપવામાં આવ્યા છે અને બધા લોકોને એક જગ્યાએ ભેગા કરવા માટે હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં કાર્યક્રમો યોજાશે.


આ કેમ્પસમાં ચાલવા અને જોગિંગ માટે એક રસ્તો બનાવવામાં આવ્યો છે. કેમ્પસમાં ૧૦૦ ટકા ગંદા પાણીના નિકાલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ગૂગલે અહીં સ્માર્ટ ગ્લાસનો ઉપયોગ કર્યો છે, જેના કારણે લોકોને કામ કરવા માટે કુદરતી પ્રકાશ મળશે. વધુમાં, કૃત્રિમ પ્રકાશ અને ઠંડક પરની નિર્ભરતા પણ ઓછી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application