ગીરગઢડાના કંસારિયા ગામે ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરી ટ્રેકટર મારફત હાર્ડ મોરમ વહન કરતા ટ્રેકટર, જેસીબી વાહનો સહિત .૨૫ લાખનો મુદ્દામાલ ગીર સોમનાથ જિલ્લ કલેકટરની સીધી સૂચના હેઠળ જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ મામલતદાર, ગીરગઢડા દ્રારા કંસારીયા ગામે ભલગારીયા તરીકે ઓળખાતા વિસ્તારમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર, જેસીબી મશીન વડે ખોદકામ કરી ટ્રેકટર મારફત હાર્ડ મોરમ વહન કરતા કુલ ૨ ભરેલા અને ૧ ખાલી ટ્રેકટર તેમજ ૧ જેસીબી મશીન સહિત .૨૫ લાખનો મુદ્દામાલ સ્થળેથી જ કરવામાં આવેલ હતો.
આ ખોદકામની કામગીરી મસરીભાઈ ભાયાભાઈ બાંભણીયા રહે. ઘાટવડના કહેવાથી હસમુખભાઈ ભીમજીભાઇ ખુંટ રહે. જામવાળા દ્રારા કરવામાં આવતી હોવાનું તથા આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણ–ચાર દિવસથી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયેલ હતું. તેમજ અંદાજે કુલ ૯૪૧ ટન જેટલી હાર્ડ મોરમની ખનિજ ચોરી કરેલ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ તમામ ટ્રેકટર તથા જેસીબી જ કરી, તમામ ખનિજ ચોરી કરતા શખ્સો વિદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેંશન ઓફ ઈલીંગલ માઈનિંગ એન્ડ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશન) લ્સ –૨૦૧૭ મુજબ ગેરકાયદેસર ખનિજ ચોરી અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.જિલ્લા કલેકટરની સીધી સૂચના હેઠળ કાર્યવાહી
ગીરગઢડાના કંસારીયા ગામે ખનીજ અને વાહનો સહિત ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉપલેટામાં મામલતદાર દ્રારા ખનીજચોરો ઉ૫ર સર્જીકલ સ્ટ્રાઇક
May 09, 2025 11:45 AMહાલારમાં પવન સાથે માવઠાથી મગફળી, તલ, મગ, અડદ, બાજરી, મકાઇ, શાકભાજીના પાકને નુકશાન
May 09, 2025 11:43 AMજૂનાગઢમાં મોર્ગેજ દસ્તાવેજ ઉપર ૧.૭૫ કરોડની મશીનરી લોન લઈ બેન્ક સાથે ઠગાઈ
May 09, 2025 11:42 AMજામનગરમાં યુદ્ધની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને હોમગાર્ડઝ સભ્યોને સિવિલ ડિફેન્સની તાલીમ
May 09, 2025 11:41 AMચોટીલાનાં સણોસરા આરોગ્ય કેન્દ્રમાં લોલમલોલ: અનેક ગેરરીતિ સામે આવી
May 09, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech