ટાટા કંપનીના ગોડાઉનમાંથી બાર બેટરી સહિત રૂ.1.32 લાખનો સામાન ચોરાયો

  • December 07, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુચિયાદળ નજીક ટાટા કંપ્નીના ગોડાઉનમાંથી તસ્કરો ટ્રકની 12 બેટરી અને ક્લેમ્પ મળી રૂ.1.32 લાખનો મુદ્દામાલની કરી ગયા હતા.બે-બે સિક્યુરીટી ગાર્ડની હાજરી હોવાં છતાં ચોરીનો આ બનાવ બન્યો હતો.આ અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ ટાટા કંપ્નીના પરફેક્ટ ઓટોમાં પીડીઆઈ મેનેજર તરીકે નોકરી કરતાં મૌલિકભાઈ અરવીંદભાઈ પાનસુરીયા (ઉ.વ.26) એ ચોરીની આ ઘટના અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 7 વર્ષથી ટાટા કંપનીના પરફેક્ટ ઓટોમાં પી.ડી.આઈ.મેનેજર તરીકે નોકરી કરે છે અને ગોડાઉનમાં ટ્રકની ડીલીવરી કરવાનું કામ કરે છે. શો-રૂમમાં રાતના સમયે બે સીક્યુરીટી ગાર્ડ ફરજ પર રહે છે.


ગઇ તા. 23/11/2023 ના તેઓ ઓફીસનું કામકાજ કરી સાંજના છ એક વાગ્યે ઘરે નીકળી ગયેલ હતાં. ત્યારે તેમને ગોડાઉનમા આટો મારી ચેક કરતા ત્યારે ગોડાઉનમા રહેલ માલ સામાન બરાબર હતો. બીજા દીવસે સવારના દશેક વાગ્યે તેઓ ઓફીસે આવેલ અને ઓફીસમા બેસીને કામ કરતો હતાં ત્યારે કંપ્નીના મીકેનીકલ રાજુભાઈ સાગઠીયા ગોડાઉનમા રહેલ ટ્રકની ચેકીંગ કરવા ગયેલ અને ઓફીસમા આવી વાત કરેલ કે, ગોડાઉનમા રાખેલ છ ટ્રકમાંથી કુલ બેટરી નંગ-12 રૂ.1,31,840 તથા બેટરી કલેમ્પ નંગ-01 રૂ.1000 મળી કુલ રૂ.1,32,840 નો સરસામાન ટ્રકમા જોવામાં આવતો નથી તેમ વાત કરતા તેઓ ગોડાઉનમાં તપાસ કરતા કુલ 6 ટ્રકમા રાખેલ બેટરીઓ નંગ- 12 તથા બેટરી ક્લેમ્પ નંગ-01 જોવામા આવેલ નહી અને ગોડાઉનના દિવાલ ઉપર ફેન્સીગ તાર તોડી કોઇ દિવાલ ઠેકી ગોડાઉનમા અંદર પ્રવેશી ગોડાઉનમા રાખેલ ટ્રકમાથી બેટરીઓ તથા બેટરી ક્લેમ્પ્ની અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હતો.

તેમજ ગોડાઉનમા રહેલ સી.સી.ટી.વી. કેમેરામા જોતા કાંઈ પણ હલચલ જોવામા આવેલ નહીં. જેથી મામલે કંપ્નીના જનરલ મેનેજરને વાત કયર્િ બાદ તપાસ કરતાં મુદ્દામાલ નહી મળી આવતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી પીઆઈ જે. એસ.ગામીતની રાહબરીમાં પીએસઆઈ એ.કે.રાઠોડ અને ટીમે તસ્કરને શોધવા ચક્રો ગતિમાન કર્યા  હતાં.


ગોડાઉનમાં 11 માસ પૂર્વે પણ ચોરીનો બનાવ બન્યો હતો
ટાટા કંપનીના આ ગોડાઉનમાં ગત જાન્યુઆરી માસમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો અને ત્યારે પણ પોલીસે તેને સીસીટીવી કેમેરા વ્યવસ્થિત ગોડાઉન સુરક્ષિત રહે તેમ રાખવા તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ વ્યવસ્થિત રાખવા ચેતવ્યા હતાં. છતાં પણ કંપ્નીના મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન ન આપવામાં આવતા ફરીવાર ચોરીનો બનાવ બન્યો હોવાનું પોલીસે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application