મહાકુંભ મેળામાં જતા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ મંડળથી ચાલતી ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાની ભીડને પહોંચી વળવા માટે ચાર-ચાર કોચ ઉમેરવામાં આવ્યા છે. આ નિર્ણયથી યાત્રિકોને મુસાફરીમાં વધુ સુગમતા રહેશે.
કઈ ટ્રેનોમાં ઉમેરાયા કોચ?
પશ્ચિમ રેલવે દ્વારા નીચે દર્શાવેલી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે:
ટ્રેન નં. 09413/09414 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ: આ ટ્રેનમાં સાબરમતીથી 5, 9, 14 અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ તથા બનારસથી 6, 10, 15 અને 19 ફેબ્રુઆરી 2025ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવશે.
ટ્રેન નં. 09421/09422 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ: આ ટ્રેનમાં સાબરમતીથી 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ તથા બનારસથી 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.
ટ્રેન નં. 09403/09404 અમદાવાદ-જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ: આ ટ્રેનમાં અમદાવાદથી 5, 14, 15, 18, 19 અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ તથા જંઘઈથી 7, 16, 17, 20, 21 અને 28 ફેબ્રુઆરી 2025ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવશે.
વધુ માહિતી માટે:
ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના વિશે વધુ માહિતી મેળવવા માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech