ખેડૂતો માટે એક ખુશખબર સામે આવી છે. હવેથી ખેતીની જમીન વેચાણ અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા ઓનલાઇન અને સરળ બનશે. રાજ્ય સરકારે આ માટે એક નવો નિર્ણય લીધો છે.
ખેતીની જમીનના વેચાણ અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ ખેતીની જમીન વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવશે. જો કે, આ માટે તા. 06/04/1995 અગાઉનો રેકર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં.
ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે તથા ઓનલાઈન પ્રક્રિયાના ભાગરૂપે ખેડુત ખરાઈના પ્રમાણપત્ર મેળવવા બાબતેની સમગ્ર પ્રક્રિયા રાજયમાં ઓનલાઈન કરાઈ છે, આવી વિવિધ પરવાનગીઓ મેળવવા માટે I-ORA પોર્ટલ ઉપર ઓનલાઈન કાર્યપધ્ધતી નક્કી થયેલ છે.
જે મુજબ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડુત ખાતેદાર પાસેથી ખેડુત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડુત ખરાઈની ચકાસણીમાં તા.૦૬/૦૪/૧૯૯૫ અગાઉનો રેકર્ડ ધ્યાને લેવાનો રહેશે નહિં. ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડુત ખાતેદારે ખેડુત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામુ રજુ કરવાનું રહેશે.
વેચાણ નોંધ પ્રમાણીત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસુલી સત્તાધિકારીએ ખેડુત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહિ તેમજ ખેડુત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ ચકાસણી કરી “ખેડુત ખરાઈ કરી” તે અંગેનો શેરો કરવાનો રહેશે. આમ ખેતીની જમીનના વેચાણના મુદ્દે રેકર્ડની બીન ઉપલબ્ધતા તથા ખેડુત ખરાઇ પ્રમાણપત્ર મળવા અંગે અરજદારશ્રીઓને હાલાકીઓ ન થાય તે ધ્યાને લઈ વેચાણની નોંધ પ્રમાણીત કરતી વખતે ખેડુત ખાતેદાર ખરાઈ તા.૦૬/૦૪/૧૯૯૫ પહેલાનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં, તેમ નિવાસી અધિક કલેકટર શ્રી એ. કે. ગૌતમની યાદીમા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech