વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, શરુ થઇ સ્પેશિયલ ટ્રેન

  • May 19, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળુ વેકેશનમાં દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક  ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ ઉનાળામાં મોટાભાગના લોકો રજાઓ ગાળવા માટે જમ્મુ કાશ્મીર અને વૈષ્ણોદેવી તરફ જઈ રહ્યા છે. આથી ટ્રેનમાં ટિકિટ માટે થતી હાલાકી અને વૈષ્ણોદેવી ખાતે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.



જો તમે પણ વૈષ્ણોદેવી જવા ઈચ્છો તો હવે ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે છે, મોટા ભાગે વેકેશન લોકો વૈષ્ણોદેવીના દર્શન કરવા જતા હોય છે જેના કારણે ટ્રેનો ફૂલ થઈ જતા ટિકિટ મેળવવામાં મુશ્કેલી છે તો તમે આ સ્પેશિયલ ટ્રેનમાં તમારી ટિકિટ બુક કરાવી શકો છો.


ભારતીય રેલવેએ વૈષ્ણો દેવી માટે 4 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલ્વેએ ટ્વિટર પર આ ટ્રેનોની સંપૂર્ણ વિગતો શેર કરી છે. આ ટ્રેનો 17 મેથી વૈષ્ણો દેવી માટે ચલાવવામાં આવી રહી છે, જે 28 જૂન સુધી ચાલશે. મુસાફરો તેની ટિકિટ IRCTC એપ અથવા ભારતીય રેલવેની વેબસાઇટ પરથી બુક કરાવી શકે છે.


ટ્રેન નંબર 09321 ઇન્દોર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ ટ્રેન વૈષ્ણો દેવી જવા માટે 17 મેથી ઇન્દોરથી શરૂ થઇ છે. આ ટ્રેનો અઠવાડિયામાં 2 દિવસ બુધવાર અને શુક્રવાર ચાલશે. આ ટ્રેન બુધવારે રાત્રે 11.30 કલાકે અને શુક્રવારે બપોરે 12.30 કલાકે દોડશે. આ સિવાય આ ટ્રેન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, યુપી અને દિલ્હીમાંથી પસાર થશે. આવી સ્થિતિમાં આ રાજ્યોના લોકોને પણ આ ટ્રેન ચલાવવાનો લાભ મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application