GSTના કરદાતાઓ માટે સારા સમાચાર; નિયમોમાં થયો ફેરફાર

  • June 14, 2024 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


GST ડિમાન્ડ ઓર્ડર સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. GST ક્ષેત્રના કેટલાક અધિકારીઓ દ્વારા આ નિયમનો દુરુપયોગ કરતા હતા જેના કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમના મતે હવે GST ડિમાન્ડ ઓર્ડર મોકલતા પહેલા અધિકારીઓની મંજૂરી લેવી પડશે.


નિર્ધારિત સમય પહેલા પેમેન્ટ માંગવાનું કારણ જણાવવાનું રહેશે


GST ડિમાન્ડ ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી તમારી પાસે તેની સામે અપીલ કરવાનો અથવા ચુકવણી કરવાનો વિકલ્પ છે. જો કે  જો GST અધિકારીઓને લાગે છે કે 3 મહિના પહેલા મહેસૂલના વ્યાજની ચૂકવણીની માંગણી કરવી જરૂરી છે. તો તેઓ આમ કરી શકે છે. CBIC ને માહિતી મળી હતી કે GST ક્ષેત્રના કેટલાક અધિકારીઓ આ નિયમનો દુરુપયોગ કરી રહ્યા છે. આ કારણે કંપનીઓને રાહત આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે GST અધિકારીઓએ નિર્ધારિત સમય (3 મહિના) પહેલા ચુકવણીની માંગણીનું કારણ જણાવવું પડશે.


કરદાતાઓ પર દબાણ લાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો


CBIC દ્વારા 30 મેના રોજ જારી કરાયેલા પરિપત્ર અનુસાર GST ડિમાન્ડ ઓર્ડરનો ઉપયોગ કરદાતાઓ પર બિનજરૂરી દબાણ બનાવવા માટે કરી શકાશે નહીં. હવે ફિલ્ડ ઓફિસરોએ GST ડિમાન્ડ રિકવરી પ્રક્રિયા શરૂ કરતા પહેલા ઉચ્ચ અધિકારીઓને કારણો આપવા પડશે. ઉપરાંત તેની મંજૂરી પણ લેવાની રહેશે. આ પછી પ્રિન્સિપલ કમિશનર અથવા સેન્ટ્રલ ટેક્સ કમિશનર આ કારણોની સમીક્ષા કરશે. તેમની મંજુરી બાદ જ GST ડિમાન્ડ ઓર્ડર જારી કરી શકાશે.


પૂરતું કારણ આપ્યા વગર પેમેન્ટ માટે 15 થી 30 દિવસનો સમય આપ્યો


ઘણા કિસ્સાઓમાં  કરદાતાઓને ચુકવણી કરવા માટે માત્ર 15 થી 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આવા આદેશો જારી કરતી વખતે પૂરતા કારણો આપવામાં આવ્યા ન હતા. ઈન્ટરેસ્ટ ઓફ રેવન્યુ નિયમનો ઉપયોગ કરવાના કારણો પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યા છે. આ મુજબ જો નજીકના ભવિષ્યમાં વ્યવસાય બંધ થવાની સંભાવના, ડિફોલ્ટની સંભાવના અથવા નાદારી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના હોય તો આ કાર્યવાહી કરી શકાય છે. માત્ર આ કારણોના આધારે જ ભવિષ્યમાં મહેસૂલના વ્યાજ સાથે જીએસટી ડિમાન્ડ ઓર્ડર જારી કરી શકાશે.


GST ડિમાન્ડ ઓર્ડર મળ્યા પછી તમારી પાસે બે વિકલ્પો છે


હાલમાં GST ડિમાન્ડ ઓર્ડર મળ્યા બાદ બે વિકલ્પ છે. પ્રથમ તેને પડકારી શકો છો અથવા ચુકવણી કરી શકો છો. માત્ર 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અપીલ પર GST કાયદા મુજબ પ્રી-ડિપોઝીટ રકમ જમા કરાવવી પડશે. ત્યારબાદ જ્યાં સુધી કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે GST  ડિમાન્ડ તમારી સામે રહેશે. જો 3 મહિના સુધી અપીલ નહીં કરો તો GST અધિકારીઓ રિકવરી પ્રક્રિયા શરૂ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application