ગુડ ન્યુઝ : સીંગતેલના ભાવમાં બે દિવસમાં ₹70નો ઘટાડો, ગૃહિણીઓને રાહત

  • September 23, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સાતમ આઠમના તહેવાર બાદ સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે હવે સીંગતેલના ભાવ ગગડયા છે. છેલ્લા બે દિવસમાં સીંગતેલના ભાવમાં રૂપિયા 70નો ઘટાડો થયો છે તો સાથે જ કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા 20નો ઘટાડો નોંધાયો છે.  


સટ્ટાખોરી બેફામ બનતા સતત સીંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. વરસાદ ફરી વરસતા મગફળીના પાકને થોડી રાહત મળી છે જેને લઈને પણ સીંગતેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે સીંગતેલના ડબ્બાના ભાવ ₹3080-90 સુધી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application