રાજકોટમાં ૨૨ વર્ષીય કોલેજીયન યુવતીને ગોંડલમાં રહેતા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે જાળમાં ફસાવી બાદમાં તેને ધમકી આપી હોટલમાં મળવા બોલાવી હતી.હોટલમાં યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ આચરી ધમકી આપી હતી.આ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી ગોંડલના વિધર્મી શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં રહેતી ૨૨ વર્ષની કોલેજીયન યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલની સુખરામ સોસાયટીમાં રહેતા મહમદ અખ્તર ડેલાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં મહમદ ડેલાનો સંપર્ક થયો હતો અને બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યા હતા. મહમદ ડેલા ગોંડલ રહેતો હતો અને રાજકોટમાં નોકરી કરતો હતો.બાદમાં આરોપી અવારનવાર બોલાવી જો કોઇને જાણ કરીશ તો એકસીડન્ટ કરાવી નાખવાની અને એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવતીને મળવા હોટલમાં બોલાવી હતી.
આરોપી યુવતીને હોટલમાં લઇ જઇ અલગ–અલગ સમયે ત્રણેક વખત દુષ્કર્મ આચયુ હતું. બાદમાં આ અંગે કોઇને કહીશ તો તને અને તારા પરિવારજનોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.મહમદ ડેલાની માગ વધતી જતાં કંટાળીને યુવતીએ તેના પરિવારજનોને આપવિતી વર્ણવી હતી.બાદમાં પરિવારે હિંમત આપતા અંતે આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પીઆઇ બી.એમ.ઝણકાટના માર્ગદર્શનમાં પોલીસે આરોપી સામે આઇપીસીની દુષ્કર્મ અને ધમકી અંગેની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિક્ષકો માટે ખુશખબર! ગુજરાતમાં જિલ્લા ફેરબદલીનો માર્ગ મોકળો
November 09, 2024 09:06 PMગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં 722 પુશ અપ્સ કર્યા
November 09, 2024 08:58 PMછઠ પૂજાથી પરત ફરનારાઓને લઈને રેલવેનો મહત્વનો નિર્ણય, આ શહેરો માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે
November 09, 2024 08:56 PMદિલ્હીમાં જૂના વાહનો પર લટકી તલવાર, આ વાહનો સામે થશે કાર્યવાહી
November 09, 2024 08:54 PMજામનગર જિલ્લાના પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા ઉપલબ્ધ થશે
November 09, 2024 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech