ગોંડલમાં રહેતી 18 વર્ષીય યુવતી પર ભાવનગરના મહુવા ગામે રહેતા તેના મંગેતરે સુરતમાં યુવતીના મોટાભાઇના લગ્નપ્રસંગે મળવા બોલાવી તેને ધમકાવી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પ્રસંગ પુરો થતા યુવતીએ પરિવારને વાત કહી સગાઇ તોડી નાંખી હતી. બાદમાં આ મંગેતરે યુવતીની જાણ બહાર તેના ખરાબ ફોટો લઇ લીધા હોય જે સ્ટેટસમાં મૂકી વાઇરલ કરી દીધા હતાં.જેથી આ અંગે યુવતીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવનગરના મહુવામાં રહેતા આ શખસ સામે દુષ્કર્મ,ધમકી અને આઇ.ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં રહેતી 18 વર્ષીય યુવતીએ પોતાના મંગેતર સેમ્સ (નામ બદલાવેલ છે) સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સગાઇ તેની જ જ્ઞાતિના સેમ્સ સાથે ગત તા. 25/6/2023 ના થઇ હતી.
દરમિયાન સગાઇના એક મહિના બાદ યુવતીના મોટાભાઇના લગ્ન હોય જેથી જમાઇને પણ તેડાવ્યો હતો.દરમિયાન અહીં મંગેતરે યુવતીને રૂમમાં મળવા બોલાવી બાદમાં તેની એકલતાનો લાભ લઇ તેને તથા તેના પરિવારને પતાવી દેવાની તથા પ્રસંગ બગાડવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.ભાઇના લગ્નનો પ્રસંગ હોય જે ન બગડે તે માટે યુવતીએ આ વાત કોઇને કહી ન હતી.બાદમાં પ્રસંગ પુરો થયા બાદ ઘરે આવી યુવતીએ આ બાબતે પરિવારને વાત કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો.
બાદમાં તેમણે આ સગાઇ તોડી નાખી હતી. યુવતી પર દુષ્કર્મ આચરી મંતેગરે તેની જાણ બહાર તેના ખરાબ ફોટો પાડી લીધા હતાં.યુવતીએ સગાઇ તોડી નાંખ્યા બાદ મંતેગરે આ ફોટો પોતાના સ્ટેટસમાં મૂકી વાઇરલ કરી દઇ યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી.જેથી અંતે આ મામલે યુવતીએ પૂર્વ મંગેતર સામે આ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376,506(2) તથા આઇટીએકટ એકટ હેઠળ ગુનો નોંધી મહુવામાં રહેતા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ અંગે વધ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ આર.એન.રાઠોડ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech