ગોંડલના વેપારી પાસે મામાએ વ્યાજના વધુ રૂપિયા ૪૪ લાખ માગીને માર માર્યેા
ગોંડલમાં રહેતા અને અહીં માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવનાર વેપારીએ પોતાના મામા અને તેના પુત્ર સહિત ચાર શખસો સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. વેપારીએ યાર્ડમાં માલ લેવા માટે મામા પાસેથી ૩ થી લઈ ૧૦ ટકા લેખે ત્રણ વર્ષમાં કુલ પિયા ૫૪ લાખની રકમ વ્યાજે લીધી હોય તેના બદલામાં ૯૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ ૪૪ લાખની માંગણી કરી ફોનમાં તથા ઓફિસે આવી ધમકી આપી તેમજ મારામારી કરી હતી. જેથી તેમણે આ ફરિયાદ નોંધાવી છે.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં એપલ વિલાસ સોસાયટીમાં રહેતા છગનભાઇ પરસોત્તમભાઈ ગઢીયા(ઉ.વ ૬૨) નામના વેપારીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આરોપી તરીકે પોતાના મામા વલ્લભ શામજીભાઈ ખુંટ, મામાના પુત્ર ક્રિમેશ વલ્લભભાઈ ખૂટ તથા પોરબંદરમાં રહેતા નાગા શિવાભાઈ ઓડેદરા અને કરણના નામ આપ્યા છે.
છગનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ યાર્ડમાં સી.સી. એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે અને લસણ તથા ડુંગળીનો વેપાર કરે છે આરોપી વલ્લભભાઈ તેના મામા થતા હોય અને છગનભાઈ તેમની પાસેથી અવારનવાર માલી લે વેચ માટે પૈસાની જરિયાત હોય પૈસા લેતા હતા અને જણસ વેચાયા બાદ પરત આપી દેતા હતા. તેમણે મામા પાસેથી ત્રણથી લઈ ૧૦ ટકા સુધી વ્યાજે આ રકમ લેતા હતા અને વ્યાજ સહિત રકમ પરત ચૂકવી દેતા હતા. આ પ્રકારે મામા ભાણેજ વચ્ચે નાણાકીય વ્યવહાર ચાલતો હતો. વર્ષ ૨૦૧૮માં છગનભાઈએ વલ્લભભાઈને પાસેથી લીધેલા કુલ પિયા ૫૪ લાખ જે અલગ–અલગ બે ખાતામાં જમા થયા હોય તેના બદલામાં વ્યાજ સહિત પિયા ૯૦ લાખ ચૂકવી દીધા હતા અને વ્યાજ સહિતની રકમનો છેલ્લો હિસાબ તારીખ ૭૧૧૨૦૨૧ ના કરતા . ૪,૯૪,૦૦૦ ચૂકવવાના થતા હતા જેથી આ બાબતે તેણે મામાને વાત કરી હતી અને લખાણ કરી લેવાનું કહેતા તેમણે તે સમયે મામાએ લખાણ કરવાની ના પાડી હતી.
બાદમાં તા. ૨૫૧૧૨૦૨૪ ના વલ્લભભાઈએ ફરિયાદીને . ૧૮ લાખ તેની પાસેથી માંગે છે તેવી નોટિસ મોકલાવી હતી જેથી ફરિયાદી એ પણ નોટિસમાં જવાબ વકીલ મારફત આપ્યો હતો. ત્યારબાદ તે ઉઘરાણી કરવા લાગ્યા હતાં. બાદમાં તા. ૧૨૧૨૨૦૨૪ ના ફરિયાદીની ઓફિસે આ બાબતે વાતચીત કરવા ભેગા થયા હતાં ત્યારે આ વલ્લભભાઈ ફરિયાદી પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હતા તેમજ તેના કહેવાથી પોરબંદરના નાગા ઓડેદરા તથા કરણ પણ ફોન કરી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા અને કહ્યું હતું કે હજુ તારે ૪૪ લાખ દેવાના છે તેમ કહી ધમકી આપી હતી બાદમાં આ સમયે બોલાચાલી થતા મારામારી થઈ હતી જેમાં વલ્લભ તથા તેના દીકરાએ ફરિયાદીના ભત્રીજા ભૌતિકને થપ્પડ તથા ઢીકાપાટુનો માર માર્યેા હતો.તે સમય વલ્લભે કહ્યું હતું કે, આજે તો હત્પં જાઉં છું પરંતુ પૈસા ચૂકવી દેજો નહીંતર તમને જીવતા નહિ રહેવા દઉં તેમ કહી ચાલ્યો ગયો હતો.
આમ ફરિયાદીએ લસણ–ડુંગળીના વેપાર માટે પોતાના મામા વલ્લભ ખુંટ(રહે. ગોંડલ) પાસેથી ૨૦૧૮ થી ૨૦૨૧ સુધીમાં ૫૪ લાખ લીધા હોય જેના બદલામાં ત્રણથી લઈને ૧૦ ટકા સુધી વ્યાજ સહિત ૯૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ પિયા ૪૪ લાખની ઉઘરાણી કરી તેમના સંબંધથી પોરબંદરના નાગા ઓડેદરાએ પૈસા ચૂકી દેવા ફોન કરી તથા ઓફિસે આવી ધમકી આપી હોય તેમજ તારીખ ૧૨૧૨૨૦૨૪ ના અને ફરીયાદીની ઓફિસે આવી મારામારી પણ કરી હોય આ અંગે છગનભાઈએ આ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech