ગોંડલ: યાર્ડમાં સીઝનની સૌથી વધુ લાલ મરચાની આવક નોંધાઈ

  • December 19, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓ ની આવક થતી હોય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની આવક નોંધાઈ હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ખેડૂતો પોતાની જણસી ભરેલ ૧૩૦૦થી ૧૪૦૦ વાહનોની ૩થી ૪ કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ દૈનિક ૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવતા હતા પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન વધુ હોય તેમજ યાર્ડના મરચાના ગ્રાઉન્ડમાં જગ્યા ખાલી હોય ત્યારે ૫૦૦ જેટલા ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ બોલાવવામાં આવ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી જેમકે જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી, રાજકોટ, મોરબી સહિતના જીલ્લ ા ઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા અને લાલ ચટાક મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચા ની તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના લોકોને આકર્ષી રહ્યું છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌથી વધુ આવક જોવા મળી હતી. યાર્ડમાં અંદાજે ૫૦થી ૬૦ હજાર ભારી મરચાની આવક થવા પામી હતી.
​​​​​​​
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું અન્ય રાજ્યોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, સિજેન્ટા, ઓજસ,૭૦૨, તેજા, ગરુડા, ૧૩૫૫, તેજસ્વી સહિત વિવિધ મરચાનું ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ૫૦થી ૬૦ હજાર મરચાની ભારીની આવક થવા પામી હતી. મરચાની હરાજીમાં ખેડૂતોને ૨૦ કિલોના ‚ા.૨૫૦૦થી ૪૭૦૦ સુધીનો ભાવ બોલાયો હતો. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ મરચાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં તેવું અંતમાં જણાવ્યું હતું.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application