સોનાનો ભાવ આજે સર્વોચ્ચ સપાટીએ પહોંચીને 76000 ને પાર થયો છે. આજે રામનવમી ની રજા ના લીધે બજાર સાંજે 5:00 વાગ્યે ખુલશે જેના પર ઝવેરીઓની મીટ મંડાયેલી છે કે સોનાનો ભાવ માં કડાકો આવશે કે ઉછાળો..? ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિમર્ણિ થતા ની સાથે જ સોનાના ભાવ ટોચની સપાટીએ પહોંચી ગયા છે તો સાથે ચાંદી પણ આગળ વધી રહી છે.
ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે તણાવ તેમજ જીઓ પોલિટિકલ ઇસ્યુ, ડોલર સામે રૂપિયો ગગડતાં સોના અને ચાંદી નવી ઉંચી સપાટી પર પહોંચ્યા છે. ગઈકાલે બંધ માર્કેટમાં 500 ના સુધારા સાથે 76 હજારની સપાટીએ તો નાના ભાવો પહોંચી ગયા હતા જ્યારે ચાંદી 1000 ઉછળીને 84 હજારની નવી સપાટીએ પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં તેજી અટકી છે પરંતુ સ્થાનિક માં બંને ધાતુ ઉંચી સપાટીએ માત્રને માત્ર રૂપિયાની નરમાઈના કારણે જોવા મળી રહે છે.
બુલિયન એનાલિસ્ટ ના મત મુજબ વર્ષ 2008 થી લઇ 2024 સુધીમાં સોનાના ભાવમાં 11:30 ટકાનો સરેરાશ વધારો આવ્યો છે. તેમની ધારણા અનુસાર સોનાના ભાવ હજુ 90,000 ની સપાટીને આગામી ટૂંકા સમયમાં પાર કરી જશે. આ બધા જ પરિબળોને જોતા સોનુ સલામત રોકાણ હોવાનું રોકાણકારો માની રહ્યા છે.
સોનાના ભાવની સતત તેજ રફતાર વચ્ચે આજે 76 હજારની સપાટીને પાર કરી ગયું છે આ વર્ષે સોનાના ભાવમાં 11,000 નો વધારો થતા રોકાણકારોને એક વરસમાં 16 ટકા રિટર્ન મળ્યું છે.
એક જ દિવસમાં રૂપિયા 900 ના ઉછાળા સાથે સોનાનો ભાવ આજે માર્કેટ શરૂ થતા ની સાથે જ 75250 ની સપાટીએ પહોંચ્યું હતું ગઈકાલે માર્કેટ બંધ થયું ત્યારે 74,130 10 ગ્રામ નોંધાયું હતું.સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી આગળ વધતાં બજારમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જોકે ભાવ નવી ઉંચાઈએ પહોચી જતાં બજારમાં નવી માગને ફટકો પડયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ગત વર્ષ 2023 માં 65,330 10 ગ્રામ સોનાનો ભાવ આ સમયે નોંધાયો હતો.
એક દાયકામાં 3 વખત 13,000નો ઉછાળો આવ્યો
છેલ્લા એક દાયકા ની વાત કરીએ તો વર્ષ 2019 માં સોનાનો ભાવ છ35220 હતા જ્યારે 2020 માં કોરોના સમયે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને 10 ગ્રામ સોનાના ભાવમાં 13000 ના વધારા સાથે 48,651 ભાવ નોંધાયા હતા. ત્યારબાદ લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિ હળવી થયા બાદ રશિયા અને યુક્રેઇન વચ્ચે યુદ્ધ થતા આ સમયે સોનાના ભાવમાં વધારો નોંધાયો હતો વર્ષ 2022માં 10 ગ્રામ સોનાના ભાવ 52,670 હતા જ્યારે તેમાં 20123 માં ઉછાળા સાથે 65,331 નોંધાયા હતા. તો બીજી બાજુ આ વર્ષની શરૂઆત સાથે જ જાન્યુઆરી મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવ 63 હજાર હતો અને અત્યારે ચાર મહિનામાં 76 હજારની સપાટીએ આવ્યો છે આમ આ ચાર મહિનામાં 13,000 નો જંગી ઉછાળો આવ્યો છે જેથી રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે.
15 દી’માં સોનું 6000 મોંઘું
1 એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 68000 હતો જેની સામે અત્યારે આજે 17 એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 76000 થયો છે જેના લીધે 15 દિવસમાં 10 ગ્રામમાં 6,000 નો વધારો આવ્યો છે તો ચાંદીના ભાવમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે આજે ચાંદીના ભાવ 84 હજાર કિલોના બોલાઈ રહ્યા છે ઝવેરીઓના જણાવ્યા મુજબ ચાંદી ના ભાવ ટૂંકા સમયમાં એક લાખ બોલાઈ શકે તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech