આજે દિલ્હીમાં સોનાનો ભાવ ૪૦૦ પિયા વધીને ૮૫,૩૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, વેલર્સ અને સ્ટોકિસ્ટો તરફથી સતત માંગને કારણે ભાવમાં આટલો વધારો થયો છે. યારે વેપારીઓએ સોનાના ભાવમાં આ વધારાને પિયામાં તીવ્ર ઘટાડા અને આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં તેલના વધઘટને આભારી ગણાવ્યો હતો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા કેનેડા, મેકિસકો અને ચીન પર ટેરિફ લાદવાને કારણે વેપાર યુદ્ધની અફવાઓ અને ડોલર ઇન્ડેકસમાં ઉછાળા વચ્ચે પિયામાં તીવ્ર ઘટાડો થયો છે. ગઈકાલે વિદેશી વિનિમય બજારમાં પિયો ૫૫ પૈસાના ભારે ઘટાડા સાથે ૮૭.૧૭ (કામચલાઉ) પ્રતિ ડોલર પર બધં થયો.
શનિવારે ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૮૪,૯૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બધં થયો હતો, યારે ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ સતત ચોથા સત્રમાં વધતો રહ્યો અને ૪૦૦ પિયાના ઉછાળા સાથે ૮૪,૯૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો. છેલ્લા ટ્રેડિંગ સત્રમાં તે ૮૪,૫૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બધં થયો હતો.
દરમિયાન, ચાંદીના ભાવમાં પણ સતત પાંચમા કારોબારી સત્રમાં વધારો ચાલુ રહ્યો અને આજે તેનો ભાવ ૩૦૦ પિયા વધીને ૯૬,૦૦૦ પિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. યારે ગયા ટ્રેડિંગ સત્રમાં તે ૯૫,૭૦૦ પિયા પ્રતિ કિલો પર બધં થયો હતો. દરમિયાન, એમસીએકસ યુચર્સ ટ્રેડિંગમાં એપ્રિલ ડિલિવરી માટે સોનાનો કોન્ટ્રેકટ ૪૬૧ પિયા અથવા ૦.૫૬ ટકા વધીને ૮૨,૭૬૫ પિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો.
એલકેપી સિકયોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે એમસીએકસ પર સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. અમેરિકા તરફથી સંભવિત ટ્રેડ વોર ૨.૦ ની આશંકા વચ્ચે સલામત રોકાણની માંગમાં વધારો થવાને કારણે સોનામાં રોકાણ વધ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech