સોનાના ભાવ ૬૭,૩૦૦ રૂપિયાને પાર

  • March 07, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્ર્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં પણ સોનું ઓલ ટાઈમ હાઈ પર છે. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ ૬૭ હજાર ૩૦૦ પિયા પર પહોચ્યોં છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના પાછલા સાહમાં ૨૦૪૫ ડોલર હતો. જે આજે વધીને ૨૧૫૦ ડોલર ઉપર જતો રહ્યો છે. એટલે કે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે સોનામાં ૧૦૦ ડોલર જેટલો વધારો નોંધાયો છે. જેની સીધી અસર સ્થાનિક પ્રજાના સોના ઉપર પડી છે.

જો કે ફેબ્રુઆરીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પહેલી ફેબ્રુઆરીએ સોનું ૬૨,૭૭૫ પિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. જે ૨૯ ફેબ્રુઆરીએ ઘટીને ૬૨,૨૪૧ પિયા થયો હતો. જો કે માર્ચ મહિનામાં શઆતથી જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.આજે સોનાનો ભાવ ૬૭,૩૦૦ પહોંચ્યો છે.
સતત વધી રહેલા સોનાના ભાવમાં આંતરરાષ્ટ્ર્રીય પરિબળોમાં મુખ્ય કારણ સ્પોર્ટ ગોલ્ડ રેટ છે જે પાછલા સાહમાં ૨૦૪૫ ડોલર હતો જે આજે વધીને ૨૧૫૦ ડોલર ઉપર જતો રહ્યો છે. એટલે કે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે સોનામાં ૧૦૦ ડોલર જેટલો વધારો નોંધાયો છે જેની સીધી અસર સ્થાનિક સોનાના બજાર ઉપર પડી છે. એટલે એમ કહી શકાય કે જે ભાવ ૬૪૦૦૦ની આસપાસ હતો તે આજે ૬૭,૩૦૦ ની આસપાસ આવી ગયો છે. એક રીતે કહીએ તો જે ફેડરલ બેંકના વ્યાજ દર જે ઘટાડવાની આશંકાઓ હતી તે પરિબળ દેખાઈ રહ્યા છે અને આંતરરાષ્ટ્ર્રીય સેન્ટ્રલ બેંકો દ્રારા સોનાની ખરીદી શ થઈ ગઈ છે. હજી રોકાણ કરો તો કોઈ પણ ભાવે રોકાણ કરી શકાય છે પરંતુ જે ગ્રાહકો લસરા ની ખરીદી કરતા હોય તો તેમણે થોડી રાહ જોવી જોઈએ. પરંતુ આવનારા સમયમાં પણ ભાવ જો ઘટે તો અહીંયાથી લગભગ હજારથી દોઢ હજાર પિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. એટલે આવનારા સમયમાં પણ જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો ભાવ અહીંથી પણ હજુ વધુ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે

ચૂંટણી બાદ સોનું રૂપિયા ૭૦,૦૦૦ને પાર કરી શકે
સોનાના ભાવમાં વધારો થવાથી રોકાણકારોને ફાયદો થયો છે, પરંતુ દેશમાં લની સિઝન ચાલી રહી છે, તેથી સામાન્ય પરિવારોની મુશ્કેલી વધી છે. યારે નિષ્ણાતો કહે છે કે મે–જૂનમાં સામાન્ય ચૂંટણી બાદ સોનું . ૭૦,૦૦૦ને પાર કરી શકે છે. ભારતમાં સ્થાયી સરકાર અને જૂન ૨૦૨૪ પછી યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજ દરમાં કાપની અપેક્ષાને કારણે સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. દેશના જીડીપી અને ફુગાવાના આંકડા પણ આગામી દિવસોમાં સુધરશે, યારે અક્ષય તૃતીયા પણ મે મહિનામાં છે, જે દરમિયાન સોનાની માંગ વધુ રહે છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application