વર્ષના અંતે ફરી એક વખત સોનાનો ભાવ ૬૫૦૦૦ની સપાટીએ: ચાંદીમાં પણ તેજી

  • December 29, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ ૨૦૨૩ ના અંતે ફરી એક વખત સોનાના ભાવની સપાટી ૬૫૦૦૦ ને પાર કરી ચૂકી છે. સોના અને ચાંદી બંને ધાતુમાં તેજીનો તિખારો જોવા મળ્યો છે. આજે સવારે બજાર ખૂલતાની સાથે ૨૪ કેરેટ ગોલ્ડ ના ભાવ ૬૫૩૫૦ એ પહોંચ્યા હતા યારે ચાંદી ૭૫૦૦૦ એ પહોંચી છે. સમગ્ર વર્ષ દરમિયાન સોનુ ૧૦૦૦૦ પિયા મોંઘુ થયું છે. વર્ષ ૨૦૨૩ ની શઆતમાં સોનાનો ભાવ ૫૪,૮૬૭ હતો યારે વર્ષના અંતે ૬૫,૦૦૦ ને પાર કરી જતા આજના ભાવ મુજબ ગણતરી કરીએ તો દસ હજાર જેટલું સોનું થતાં ૧૭% તેજી સોનાના જોવા મળે છે યારે ચાંદી વરસની શઆતમાં ૬૪૦૦૦ હતી, અને વર્ષના અંતે ૭૫૦૦૦ ની કિલો બોલાઇ રહી છે. જોકે નવા વર્ષે સોનાનો ભાવ ૬૭,૦૦૦ ની સપાટી ની નજીક પહોંચે તેવું બુલિયનના જાણકારો જણાવી રહ્યા છે. સોના–ચાંદીના ભાવ ઉંચકાયા હતા. તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરી બજારમાં લસરા તથા તહેવારો ટાંણે ભાવ વધી જતાં નવી માગ પર અસર દેખાઈ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૨૦૮૮ ડોલર સુધી પહોંચ્યા પછી ભાવ ૨૦૭૩થી ૨૦૭૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application