૨૦૨૪માં સોના–ચાંદીએ આપ્યું સૌથી વધુ વળતર

  • December 16, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે નવેમ્બર સુધીમાં સોનાએ વૈશ્વિક સ્તરે ૨૮ ટકાથી વધુ વળતર આપ્યું છે. ૧૦ વર્ષમાં આ સર્વશ્રે પ્રદર્શન છે. વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલના લેટેસ્ટ રિપોર્ટમાંથી આ માહિતી મળી છે. સ્થાનિક સ્તરે પણ સોનાએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે અને નવેમ્બરમાં સુસ્ત પ્રદર્શન છતાં આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦ ટકા સુધીનો નફો આપ્યો છે. ધનતેરસની આસપાસ આ નફાનો આંકડો ૩૨ ટકાની નજીક હતો.
છેલ્લા સાડા ચાર દાયકા એટલે કે ૪૫ વર્ષના ડેટાના આધારે વર્ષ ૨૦૨૪માં સોના અને ચાંદીએ સૌથી વધુ વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ વર્ષ ૨૦૦૭માં સોનું ૩૧ પિયાની આસપાસ વધ્યું હતું. યારે વર્ષ ૧૯૭૯માં સૌથી ઝડપી ૧૩૩ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ડેટા અનુસાર, સોના અને ચાંદીએ આ વર્ષે રોકાણના અન્ય વિકલ્પો કરતાં વધુ સાં પ્રદર્શન કયુ છે. તેની સરખામણીમાં સરકારી બોન્ડે માત્ર ૦.૪૯ ટકાનું ખૂબ જ ઓછું વળતર આપ્યું છે અને કોર્પેારેટ બોન્ડે ૦.૬૭
(અનુ. સાતમા પાને)૨૦૨૪માં સોના
(પહેલા પાનાનું ચાલુ)
ટકાનું ખૂબ જ ઓછું વળતર આપ્યું છે. સેન્સેકસ (૧૪.૦૫) અને એમએસસીઆઈ ઇન્ડિયા (૧૪.૧૦) જેવા ઇકિવટી રોકાણો સોનાના પ્રદર્શનની નજીક છે પરંતુ ચાંદીનું વળતર, જે ઔધોગિક ઉપયોગ દ્રારા ચલાવવામાં આવે છે, તે તેનાથી ઘણું આગળ છે.
આ સમયગાળા દરમિયાન ચાંદીએ ૩૬ ટકાથી વધુ નફો આપ્યો છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા સહિત અન્ય મોટી સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં ઘટાડો કરવાનું ચાલુ રાખે તો રોકાણકારોનો સોના તરફી વલણ વધુ ઝડપથી વધી શકે છે. આંકડા દર્શાવે છે કે ઓકટોબરમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ ૬૦ ટન સોનું ખરીધું હતું, જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નો સૌથી વધુ હિસ્સો હતો. ભારતે ઓકટોબરમાં તેના સોનાના ભંડારમાં ૨૭ ટનનો વધારો કરીને આ વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર દરમિયાન તેની કુલ ખરીદી ૭૭ ટન કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં પાંચ ગણું વધુ છે.
છેલ્લા ૧૧ વર્ષમાં સોનું અઢી ગણું મોંઘું થઈ ગયું છે. સોનાની કિંમત જે જાન્યુઆરી ૨૦૧૪માં ૨૯,૪૬૨ પિયા પર ટ્રેડ થઈ રહી હતી, તે ઓકટોબર ૨૦૨૪માં ૮૨,૦૦૦ પિયા નજીક પહોંચી ગઈ હતી. જોકે નવેમ્બરમાં તે ઘટીને ૭૭,૦૦૦ના સ્તરે પહોંચી ગઈ હતી પરંતુ બાદમાં તેણે પુનરાગમન કયુ હતું. ડિસેમ્બરમાં તે ૮૦,૦૦૦ પિયાની આસપાસ રહી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે ઘરેલુ સ્તરે સોના તરફ હજુ પણ સકારાત્મક વલણ છે. વૈશ્વિક સ્થિતિ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન સોનું ૯૨,૦૦૦ પિયાના સ્તરને સ્પર્શી શકે છે. ઘટાડા દરમિયાન તેમાં રોકાણ કરવાની સારી તક હશે.
એચડીએફસી સિકયોરિટીઝના કોમોડિટી અને વર્તમાન ઉત્પાદનોના વડાના જણાવ્યા અનુસાર, નવેમ્બર દરમિયાન સોનાના ભાવમાં વધારો અનેક પરિબળોને કારણે ધીમો પડી રહ્યો હોવાનું જણાય છે. આ બધું હોવા છતાં, વર્ષ ૨૦૨૫માં સોનાની કિંમતમાં ૧૫ થી ૧૮ પિયાનો વધારો થઈ શકે છે. સોનામાં રોકાણનું વલણ વધવાના કારણોમાં યુએસ ફેડ દ્રારા વ્યાજ દરોમાં ઘટાડો, વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં મજબૂત વધારો તેમજ સોનાની સ્થાનિક માંગમાં વધારો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application