ખંભાળિયા તાલુકાના કોટા ગામે કરમદી ખાતે આવેલી ખેતીની એક જમીનમાં રહેલા ગોડાઉનમાં ગત તા. 9 માર્ચના રોજ રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ આ ગોડાઉનનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આ ગોડાઉનમાં રાખવામાં આવેલી સોના-ચાંદી કામની આશરે પાંચ ટન જેટલી ધૂળની ચોરી થવા પામી હતી.
આ પ્રકરણમાં રૂપિયા પાંચ લાખની કિંમતની સોના-ચાંદી કામની ધૂળની ચોરી થવા સબબ અત્રે રઘુવીર મિલ પાછળ આવેલા ચુનારા વાસ ખાતે રહેતા રાજુભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ. 51) એ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ કરવામાં આવી છે.
કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે વૃધ્ધા ઇજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા જાનુબેન પરબતભાઈ કરસનભાઈ ડાભી નામના 60 વર્ષના સતવારા મહિલાને જુવાનપર - હરિયાવડ ગામના પાટીયા પાસેના હાઈવે માર્ગ પર એક અજાણ્યા મોટરકારના ચાલકે ઠોકર મારતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે કલ્યાણપુર પોલીસે જાનુબેન ડાભીની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.
દ્વારકા, ભાણવડમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત 11 ઝડપાયા
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા ગામેથી પોલીસે પન્નાબાઈ રૂપસીંગ ગોહેલ, જેઠીબેન અરજણભાઈ વાઘેલા, દિવાળીબેન ગગુભાઈ પરમાર, વિનોદ રમેશભાઈ પરમાર અને ગોપાલ ગીગાભાઈ ચૌહાણ નામના પાંચ વ્યક્તિઓને રોનપોલીસનો જુગાર રમતા ઝડપી લીધા હતા. દ્વારકા નજીકના બરડીયા ગામેથી ડુંગરભા નંઢાભા ભઠડ અને છગન રાયમલ રબારીને પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અન્ય એક દરોડામાં નરસંગ ટેકરી પાસેથી જશવંતસિંહ સુંદરસિંહ વાઘેલા અને રૂપીબેન ઓઘડભા સુમાણીને પોલીસે તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ પોલીસે ટાઉન વિસ્તારમાંથી કાસમ ઉર્ફે બાપુડી રહીમ શાહમદાર અને અરબાઝ ઈસ્માઈલ ઘૂઘાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech