વિશ્વ બજારમાં ભાવ વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે આગેકૂચ જળવાઈ રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશના ઉંચામાં 2740 ડોલર સુધી પહોંચતા નવી ઉંચી ટોચ જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.400 વધી 99.50ના રૂ.80500 તથા 99.90ના રૂ.80700 રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.1500 વધી રૂ.97 હજારને આંબી ગયા હતા.
અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.4500 ઉછળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 2721થી 2722 વાળા ઉંચામાં 2739થી 2740 થઈ 2737થી 2738 ડોલર રહ્યાના સમાચાર હતા. ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના 33.71થી 33.72 વાળા વધી 34 ડોલર પાર કરી ઉંચામાં ભાવ 34.14 થઈ 34.11થી 34.12 ડોલર રહ્યા હતી.
ચીને લેન્ડીંગ રેટમાં ઘટાડો કરતાં તેની અસર વિશ્વના વિવિદ બજારો પર દેખાઈ હતી. વૈશ્વિક કોપરના ભાવ આજે 0.70 ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. ચીનની માગ વધવાની શક્યતા સાઉદી અરેબિયાના જાણકારોએ બતાવી હતી.
વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના 73.06 વાળા ઉંચામાં 74.57 થઈ 74.15 ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ બેરલના 69.22 વાળા વધી ઉંચામાં 70.90 થઈ 70.40 ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ 1015થી 1016 વાળા વધી 1025થી 1026 ડલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ જો કે 1084થી 1085 વાળા ઉંચામાં 1094 થયા પછી 1080થી 1081 ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.77450 વાળા રૂ.77901 તથા 99.90ના ભાવ રૂ.77750 વાળા રૂ.78214 રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.96750 વાળા વધી રૂ.97254 રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં આજે જીએસટી સાથેના ભાવ વધી એક લાખની સપાટી પાર કરી રૂ.100170થી 100175 રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech