બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરીને કરવામાં આવતી હિંસાને કારણે ઈસ્કોન કોલકાતાએ તેના અનુયાયીઓને ભગવા વક્રો ન પહેરવાની અને ધાર્મિક ઓળખ છુપાવવાની સલાહ આપી છે. તેમને મંદિરો અને ઘરોની અંદર ધર્મનું પાલન કરવાની અને બહાર અત્યતં સાવધાની રાખવા જણાવ્યું છે. યારથી બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ પર હત્પમલા વધી ગયા છે ત્યારથી અહી હિન્દુના અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે.
ભગવો રગં ટાળો, તુલસીની માળા છુપાવો, તિલક લૂછો અને માથું ઢાંકો, આવી સલાહ ઇસ્કોન કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને આપી છે. તિલક અને તુલસી માલા કે જેના દ્રારા ઇસ્કોનના સાધુઓ અને અનુયાયીઓ ઓળખાય છે તેમને છુપાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેઓ પડોશી દેશમાં વર્તમાન અશાંતિમાં ચાલી રહેલા સંઘર્ષમાંથી બચી શકે. બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ વિદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે.
ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારમણ દાસે જણાવ્યું હતું કે તેઓ સાધુઓ અને સંપ્રદાયના સભ્યોને મંદિરો અને ઘરોમાં તેમના ધર્મનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. તેમને બહાર જતી વખતે અત્યતં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
રાધારમણ દાસે કહ્યું, 'હત્પં તમામ સાધુ–સંતો અને સભ્યોને સલાહ આપું છું કે સંકટની આ ઘડીમાં તેઓએ પોતાની સુરક્ષા અને સંઘર્ષ ટાળવા માટે ખૂબ કાળજી રાખવી જોઈએ. મેં તેમને કેસરી વક્રો પહેરવાનું અને કપાળ પર સિંદૂર લગાવવાનું ટાળવાનું સૂચન કયુ છે. જો તેઓને કેસરી દોરો પહેરવાની જર જણાય તો તેમણે એવી રીતે પહેરવી જોઈએ કે તે કપડાની અંદર છુપાયેલો રહે અને ગળામાં દેખાતો ન હોય. કોલકાતા ઈસ્કોનના ઉપાધ્યક્ષે વધુમાં કહ્યું કે જો શકય હોય તો તેઓએ માથું પણ ઢાંકવું જોઈએ. ટૂંકમાં, તેઓએ દરેક સંભવિત પગલાં લેવા જોઈએ જેથી કરીને સાધુઓની ઓળખ ન થાય. દાસે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ઘણા સાધુઓ અને ઇસ્કોન સભ્યોને જાહેરમાં ધમકી અને હુમલો કરવામાં આવ્યા બાદ તેમણે આ એડવાઇઝરી જારી કરી હતી
બાંગ્લાદેશ છોડવાની મંજૂરી નથી
તાજેતરમાં જ ૬૩ ભગવા પહેરેલા ઇસ્કોન સાધુ, બાંગ્લાદેશી નાગરિકોને બાંગ્લાદેશ ઇમિગ્રેશન દ્રારા ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, યારે અન્ય કેટલાકને જવાની મંજૂરી આપવામાં આવી હતી. દાસે કહ્યું, 'સલામત રહેવું એ સમયની જરિયાત છે.બીજી તરફ દેશદ્રોહના આરોપમાં હિંદુ નેતા અને ઈસ્કોન સભ્ય ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં ઈસ્કોનના સાધુઓ પર હત્પમલા થઈ રહ્યા છે. તેને દવા આપવા ગયેલા તેના બે જુનિયરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. દાસના કહેવા પ્રમાણે, ચિન્મયના સેક્રેટરી પણ ફોન પર ઉપલબ્ધ નથી. દાસે કહ્યું, 'હત્પં કેસના વિકાસ અને સમગ્ર પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે તેમના સચિવ સાથે વાત કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ઉપલબ્ધ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech