વિશ્વની સૌથી મોટી ખાધ અને પીણા કંપનીઓ ઓછી આવકવાળા દેશોમાં ઉચ્ચ આવક ધરાવતા દેશો કરતા ઓછા આરોગ્યપ્રદપીણાવેચાતી હોવાનો ચોંકાવનારો અહેવાલ જાહેર થયો છે. નેસ્લે, પેપ્સિકો અને યુનિલિવર સહિતની કંપનીઓ દ્રારા વેચાતી પ્રોડકટસનું મૂલ્યાંકન એકસેસ ટુ ન્યુટિ્રશન ઇનિશિયેટિવ (એટીએનઆઇ) દ્રારા પ્રકાશિત વૈશ્વિક ઇન્ડેકસના ભાગ પે કરવામાં આવ્યું હતું તેમાં આ ગંભીર પક્ષપાત બહાર આવ્યો હતો. એટીએનઆઇએ શોધી કાઢું હતું કે ૩૦ કંપનીઓમાં, ઓછી આવક ધરાવતા દેશોમાં વેચાયેલી પ્રોડકટસે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વિકસિત સ્ટાર રેટિંગ સિસ્ટમ પર ઐંચી આવક ધરાવતા દેશોમાં વેચાયેલી પ્રોડકટસ કરતાં ઓછો સ્કોર મેળવ્યો હતો. હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમમાં, ઉત્પાદનોને તેમની તંદુરસ્તી પર ૫માંથી ક્રમાંકિત કરવામાં આવે છે, જેમાં ૫ શ્રે છે અને ૩.૫થી ઉપરનો સ્કોર તંદુરસ્ત પસંદગી માનવામાં આવે છે. ઓછી આવક ધરાવતા દેશોમાં, બહત્પરાષ્ટ્ર્રીય કંપનીઓના પોર્ટફોલિયોને સિસ્ટમ દ્રારા પાંચમાંથી ૧.૮ રેટિંગ આપવામાં આવ્યું છે. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, યાં વધુ ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં તેને ૨.૩ પોઈન્ટ મળ્યા હતા. ભારત, આફ્રિકા, લેટિન અમેરિકામાં વેચાતી નેસ્લે બેબી પ્રોડકટસમાં યુરોપ કરતાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે તેવું પરીક્ષણોમાં અગાઉ પણ જણાયું છે.
એટીએનઆઈના સંશોધન નિર્દેશક માર્ક વિજેને રોઇટર્સ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ કંપનીઓ વિશ્વના સૌથી ગરીબ દેશોમાં જે ઉત્પાદનો વેચી રહી છે તે સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો નથી, આ દેશોની સરકારો માટે જાગ્રત રહેવાનો આ વેક–અપ કોલ છે. આ પ્રથમ વખત છે યારે ઇન્ડેકસે મૂલ્યાંકનને ઓછી અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વિભાજિત કયુ છે. એટીએનઆઈએ જણાવ્યું હતું કે ઇન્ડેકસ મહત્વપૂર્ણ છે કારણ કે પેકેડ ખોરાક સ્થૂળતા સંકટમાં વધુને વધુ ભાગ ભજવી રહ્યા છે જે હવે વૈશ્વિક ઘટના છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો સ્થૂળતા સાથે જીવે છે. વિશ્વ બેંકનો અંદાજ છે કે ૭૦% લોકો જેઓ વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે તેઓ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech